Abtak Media Google News

અબતક સાંધ્ય દૈનિકએ સફળતા પૂર્વક 10 વર્ષ પૂર્ણ કરતા 156 પેઇજનું અખબાર પ્રસિદ્ધ કરી ઇતિહાસ રચ્યો

સૌરાષ્ટ્રભરમાં અબતકની ટીમે 156 પેઇજના કદાવર ન્યૂઝ પેપરને સમય કરતા પહેલા પહોંચાડયા, વાંચકો પેપરનું ગહન વાંચન કરી આ સાહસને બિરદાવ્યું

અબતક સાંધ્ય દૈનિકએ સફળતા પૂર્વક 10 વર્ષ પૂર્ણ કરી 156 પેઈજનું અખબાર પ્રસિદ્ધ કરી ઇતિહાસ રચ્યો છે. ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં અબતક ટીમે 156 પેઇજના કદાવર ન્યૂઝ પેપરને સમય કરતાં પહેલા પહોંચાડી દીધા હતા. બીજી બાજુ ગઈકાલનો અંક સમગ્ર સૌરાષ્ટ્રમાં છવાઈ ગયો હતો. ઠેર ઠેરથી વાંચકોએ અબતકના આ સાહસને બિરદાવ્યું હતું. અબતક સાંધ્ય દૈનિકએ ગઈકાલે 156 પેઇજનો અંક પ્રસિદ્ધ કરીને ઇતિહાસ રચ્યો છે.

ગઈકાલે રાજકોટ ખાતે અબતક મીડિયા હાઉસમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરી આ સાહસને પાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌરાષ્ટ્રભરમાં ગામેગામ પણ તમામ પ્રતિનિધિઓએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને વાંચકો સુધી આ વિશાળ અંક સમય પહેલા પહોંચાડયા હતા. સૌરાષ્ટ્રના ગામે ગામ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને વાંચકો અબતક સાંધ્ય દૈનિકનો 156 પેઇજનો અંક જોઈને અભિભૂત થઈ ગયા હતા.

તેઓએ અબતકના આ સાહસને બિરદાવ્યુ હતું અને આવી જ રીતે અબતક આવનાર સમયમાં પણ વાંચકને કઈક નવું નવું આપતું રહે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.અબતકે ગઈકાલે 156 પેઇજનો અંક બહાર પાડી નવો ઇતિહાસ રચ્યો હતો. જેનાથી વાંચક વર્ગમાં પણ હરખની હેલી જોવા મળી હતી. ગઈકાલે અત્ર, તત્ર અને સર્વત્ર અબતક છવાઈ ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.