Abtak Media Google News

જ્વેલરી ઉદ્યોગની આગામી બજેટમાં ઘણી અપેક્ષા

રોજગારીની તકોનું સર્જન કરવાની ક્ષમતા ૮૨ લાખથી વધુ

આ ક્ષેત્ર સાથે સંકળાયેલા માર્કેટ એકમો ૩ લાખથી વધુ

વૈશ્વિક વેપારમાં ભારતની ભાગીદારી ૨૯ ટકા

ભારતીય ઘરેલુ ઉત્પાદનમાં ક્ષેત્રનો હિસ્સો ૭ ટકા

ભારતીય અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે આગામી બજેટ માટે ઘણી આશાઓ બંધાયેલી છે. મહામારીના સમયગાળા દરમિયાન છેલ્લા છ મહિનામાં આ ક્ષેત્રને અંદાજે ૩૦% થી વધુનું નુકશાન થવાનો અંદાજ છે ત્યારે રૂા.૯૦૦ કરોડના આર્થિક પ્રોત્સાહન પેકેજ ઉપરાંત આયાત ડ્યુટીમાં ઘટાડો થાય, જીએસટીમાં છૂટછાટ મળે તેવી અપેક્ષાએ આ સેક્ટર સાથે સંકળાયેલા એકમો અને લોકો ઉત્પાદન ક્ષમતાના ૮૫-૯૦ ટકા સુધી ઉત્પાદન શરૂ કરી દીધા છે.

ભારત એ જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં મોટુ ગ્લોબલ પ્લેયર છે અને સપ્લાય ચેઇનમાં કાચા માલથી લઇને આફટર સેલ્સ સર્વિસ સુધીની તમામ પ્રક્રિયામાં ભારતનો રોલ ખૂબજ અગત્યનો અને જવાબદારીભર્યો છે.

ભારતીયોની પરંપરા અને રીવાજો મુજબ પ્રસંગોપાત ખરીદારીને કારણે તેમજ સૌથી વધુ વળતર આપતા રોકાણ તરીકેની સર્વસ્વીકૃતીને કારણે ઘરેલુ માંગ  સતત જળવાઇ રહે છે.  ભારતીયોની વ્યક્તિદીઠ આવકમાં વધારો કરવાના સરકારના પ્રયાસોને પગલે છેલ્લા પાંચ વર્ષોમાં સ્થાનિક લેવલે માંગમાં ખાસ્સો વધારો થયો છે. જેના પરિણામે ભારતીય ઘરેલુ ઉત્પાદનમાં આ સેક્ટરની ભાગીદારી ૭ ટકા જેટલી છે. જ્યારે વૈશ્ર્વિક વેપારમાં ભારત ૨૯% ભાગીદારી સાથે પાંચમા સ્થાને આવે છે. નિકાસ યુએસ, યુરોપ, જાપાન, અને ચીનમાં ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી પ્રોડક્ટ્સની નિકાસ મોટા પાયે થાય છે.ભારત વર્લ્ડ ડાયમન્ડ હબ બની ગયું છે ત્યારે આવનારા સમયમાં આ ક્ષેત્રના વધુ વિકાસ માટે ઘણી તકો રહેલી છે.

સેક્ટરની પોઝીશન

  • ભારત એ વિશ્ર્વનું પહેલા નંબરનું સૌથી મોટુ ડાયમન્ડ પ્રોસેસિંગ સેન્ટર
  • ભારતીય અર્થતંત્રમાં બીજા નંબરનું ફોરેન એક્સચેન્જ અર્નર સેક્ટર
  • વિશ્ર્વનું ત્રીજા નંબરનું સૌથી મોટુ ગોલ્ડ બાયર (સોનુ ખરીદનાર)

ભારત: ડાયમન્ડ હબ

  • -નીચી મજૂરીખર્ચની પડતર તેમજ હીરા માટે જથ્થાબંધ ઉત્પાદન કેન્દ્ર તરીકે ભારત વિશ્ર્વભરમાં જાણીતું છે.
  • -ભારતમાં તમામ પ્રકારના હીરાનું પોલીશીંગ થાય છે.
  • -લેટેસ્ટ ટેકનોલોજી અને મશીનરી સાથે મોડર્ન ફેક્ટરી સેટ-અપ ઉપલબ્ધ છે.
  • -ઉચ્ચ તાલિમ પામેલા કુશળ કારીગરો ઉપલબ્ધ છે જે નાનામાં નાના હીરાને પણ હાઇ લેવલ ફિનીશીંગ આપી શકે છે.
  • -કિંમતી રત્નોના ફાઇનેસ્ટ કટીંગ માટે ૭  જેટલા સેન્ટર કાર્યરત છે.
  • -૯૦% નીલમણી (એમરાલ્ડ) અને બીજા બધા ટાન્ઝનાઇટ રત્નોનું કટીંગ ભારતમાં થાય છે.
  • -૩૦૦ થી વધુ વિવિધ જાતના કિંમતી અને અર્ધ-કિંમતી રત્નોનું પ્રોસેસિંગ થાય છે.
  • -રાઉન્ડ, પ્રિન્સેસ, ઓવલ, પીઅર, હાર્ટ વગેરે  શેપમાં વિવિધ કેરેટના અલગ-અલગ ડાયમન્ડનું વર્ક થાય છે.
  • -૩-ડાઇમેન્શનલ કાર્વિંગ કેપેબિલીટીમાં કુશળતા કેળવી છે.
  • વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ક્ષેત્રનો કુલ વ્યાપાર ૧.૧૩ લાખ કરોડ રૂપીયા
  • વર્ષ ૨૦૧૯-૨૦ સ્વિટ્ઝર્લેન્ડથી  ભારતની આયાત  ૨૭ ટકા
  • વર્ષ ૨૦૧૯-૨૦ સ્વિટ્ઝર્લેન્ડ અને ભારતનો કુલ વ્યાપાર ૧૬.૪૬ ટકા

Screenshot 4 7

૧૨.૫ ટકા આયાત ડ્યુટીથી દાણચોરીને વેગ મળ્યો

“સુખમાં સાંભળે સોની અને દુ:ખમાં સાંભળે રામ. વિશ્વમાં સોનાની ખરીદી કરનારા દેશોમાં ભારત સૌથી મોટો ખરીદદાર દેશ છે. લગ્નસરા જેવો સુખનો પ્રસંગ હોય કે પછી ખેડૂતને પાક સારો થયો હોય, કોઈ પણ વ્યક્તિનો વ્યાવહારિક અથવા અન્ય કામે, એની પાસે નાણાંની છૂટ હોય ત્યારે સોનાની ખરીદી તરફ સ્વાભાવિક રીતે જ ઝોક રહેતો હોય છે.નઆ કારણથી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ ભારત વિશ્વનો સૌથી મોટો ખાનગી હાથમાં સોનું ધરાવતો દેશ છે. જોકે, બજેટમાં સોના ઉપરની આયાત ડ્યૂટી વધારીને ૧૨.૫ ટકા કરવામાં આવી એની સીધી અસર આભૂષણ અને રત્નકલાકારી ઉદ્યોગ ઉપર પડી હતી. આવી સ્થિતિમાં આગામી બજેટમાં ૧૨.૫ ટકા આયાત ડ્યુટીમાં રાહત આપવામાં આવે તેવું જવેલરી ઇન્ડસ્ટ્રી ઈચ્છે છે. ૧૨.૫ ટકા જેટલી તોતિંગ આયાત ડ્યુટીના કારણે કેટલાક તત્વો દાણચોરી તરફ પણ વળ્યાં છે. માટે જો આયાત ડ્યુટી ઘટે તો દાણચોરી અટકે અને ડ્યુટીની આવક પણ વધે તેમ છે.

આયાત-નિકાસના છેલ્લા પાંચ વર્ષના ટ્રેન્ડ્સ

Screenshot 5 3

KYCના નિયમો અને ઈમ્પોર્ટ ડ્યુટી ઉપર રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રની મીટ

Bhayabhai

ઈમ્પોર્ટ ડ્યુટી અને કેવાયસીના નિયમો અંગે રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રનો મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું કે, ગત બજેટમાં ૧૨.૫ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવાના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર સામે અનેક પડકાર આવીને ઊભા રહ્યાં હતાં.

કોંગ્રેસનું શાસન હતું ત્યારે ૩થી૪ ટકા જ ઈમ્પોર્ટ ડ્યુટી હતી જે વધીને ૧૨.૫ ટકા થઈ જતા ક્યાંકને ક્યાંક દાણચોરીને વેગ મળ્યો છે. જેથી ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થાય તે જરૂરી છે. અધૂરામાં પૂરું રૂ. ૨ લાખ સુધીની ખરીદીમાં કેવાયસીના નિયમો પણ મુશ્કેલી સર્જે છે. જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે રૂ. ૨ લાખની ખરીદીની રકમ નાની છે જેથી મોટી રકમની ખરીદી ઉપર કેવાયસીના નિયમોની અમલવારી ભલે થાય, નાની રકમથી ખરીદીને બાકાત રાખવી જોઈએ. ૮થી૧૦ લાખ સુધીથી વધુની ખરીદીમાં કેવાયસીના નિયમોની અમલવારી કરી શકાય.

ભારત-સ્વિટ્ઝર્લેન્ડ ડાયમન્ડ એન્ડ જ્વેલરી જોડાણ

Bhayabhai

સ્વિસ જેમ્સ એમ્ડ જ્વેલરી ઉદ્યોગનું યોગદાન વિશ્ર્વમાં પ્રથમ ક્રમાંકે આવે છે અને ભારત ક્રમાંકે છે ત્યારે સ્વિસ જેમ્સ એમ્ડ જ્વેલરી ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા મોટા ભાગના ૮/૮, ડબલ કટ અને ફેન્સી શેપના હીરા ભારતમાં જ મોટા પાયે કટીંગ અને પોલીશીંગ થાય છે અને વિવિધ વેપારી કેન્દ્રો દ્વારા સ્વિટ્ઝર્લેન્ડ પહોંચે છે.

બન્ને દેશો વચ્ચે આ સેક્ટર અંગે જોડાણ થવાથી બન્ને પક્ષે લાભદાયી રહેશે. ભારત અને યુકે વચ્ચે જે રીતે ૨૦૧૫ થી ૨૦૧૮ના સમયગાળા વચ્ચે આ ક્ષેત્રનો દ્વિપક્ષીય વ્યાપાર રૂા.૪ હજાર કરોડ થી રૂા.૯ હજાર કરોડ સુધી વિસ્તારી શકાયો છે ત્યારે હવે ભારત-સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે જોડાણ દ્વારા ભારતમાં ૧૦ લાખ જેટલા એકમોને આ સેક્ટર સાથે સાંકળીને, ઉત્પાદન ક્ષમતામાં વધારા સાથે વિકાસની તકો વિસ્તારી શકાય છે.

કેટલીક ખાસ બાબતો

સ્થાનિક માંગમાં નિયમિતતા

Klikl

  • -ભારતીય બજાર વિશ્ર્વનું બીજા નંબરનું સૌથી મોટુ બજાર છે.
  • – પરંપરાગત તહેવારો અને પ્રસંગોની ઉજવણીમાં જળવાઇ રહેલો જ્વેલરીનો ટ્રેન્ડ

વિદેશી રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ

Images2

  • -આ સેક્ટરોમાં ઓટોમેટિક રૂટ માટે ૧૦૦% એફડીઆઇને મંજૂરી અપાઇ છે.
  • -સ્થાનિક રિટેલ માર્કેટ આવનારા વર્ષોમાં રૂા.૭૬ લાખ કરોડ સુધી વિસ્તરવાની ધારણા.
  • -વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૭ સુધીના સમયગાળા દરમિયાન એફડીઆઇમાં ૨૦.૫% વૃદ્ધિદર
  • -વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે આ સેક્ટરમાં ઉત્તરોત્તર એફડીઆઇ રૂા.૯ હજાર કરોડ

નિકાસમાં ક્ષેત્રની ભાગીદારી

Gold Jewellery 12213

  • -ભારતની કુલ નિકાસમાં ક્ષેત્રની ભાગીદારી ૧૬% જેટલી છે. જેમાં વાર્ષિક ૧૪.૮% ના દરે વૃદ્ધિ નોંધાઇ રહી છે.
  • -મેડલિયન,સોનાના સિક્કાની નિકાસમાં કોરોના મહામારી પહેલા વાર્ષિક ૧૨૫૦ ટકાથી વધુની વૃદ્ધિ નોંધાઇ ચૂકી છે.
  • – ક્ષેત્રની ભાગીદારી કુલ ભારતીય કોમોડિટી નિકાસના ૧૩% જેટલી છે.
  • -દુનિયાના કુલ પોલીશ્ડ હીરા નિકાસમાં ભારતનદો હિસ્સો ૭૫% છે.
  • – ૨૦૨૧ વર્ષ માટે જ્વેલરીના નિકાસ શિપમેન્ટ્સ રૂા.૧.૬ લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

ઉત્પાદન ક્ષમતા અને રોજગાર

Images3

  • -ભારતમાં હાલની પરિસ્થિતીએ અંદાજે ૪૫ લાખ જેટલા લોકોને આ સેક્ટર રોજગારી પૂરી પાડે છે.
  • – ૨૦૨૨ સુધી ૮૨ લાખ કરતા વધુ લોકોને રોજગારી મળી શકવાની ધારણા છે.
  • – આ સેક્ટરનું બજાર મૂલ્ય ૨૦૨૩ સુધીમાં રૂા. ૭ લાખ કરોડ સુધી વિસ્તરી શકે છે.
  • – આશરે ૮૫% જેટલી રોજગારી એમએસએમઇ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, જે હાથ બનાવટના ઘરેણા, હીરા ઘસવા અને પોલીશીંગ વર્ક સાથે જોડાયેલી છે.
  • – મહામારીની વ્યાપક અસરને છેલ્લા છ મહિનામાં કારણે જે ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો આવ્યો હતો, તે હવે કુલ ઉત્પાદન ક્ષમતાના ૮૫-૯૦% સુધી કેળવી શકાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.