Abtak Media Google News

ટીમ ગણતરીપૂર્વકની રમત અને દિપેનની સાતત્યપૂર્ણ બેટીંગે સેમી ફાઈનલમાં કાઠિયાવાડ પોસ્ટના 172  રનના ટાર્ગેટને ‘અબતક’એ 19મી ઓવરમાં જ પૂર્ણ કર્યો 

રાજકોટ મીડિયા કલબ દ્વારા આયોજીત ઈન્ટરપ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ‘અબતક’ ઈલેવનનો 6 વિકેટે સેમી ફાઈનલમાં ભવ્ય વિજય થયો હતો. આ સાથે જ કાઠિયાવાડ પોસ્ટના તોતીંગ ટાર્ગેટને પાર કરી ‘અબતક’એ ફાઈનલમાં વટભેર પ્રવેશ કરી લીધો છે. ટીમની ગણતરીપૂર્વકની રમત અને દિપેનની સાતત્યપૂર્ણ બેટીંગે સેમી ફાઈનલ મેચમાં કાઠિયાવાડ પોસ્ટના 172 રનના ટાર્ગેટને ‘અબતક’ ઈલેવને 19મી ઓવરમાં જ પૂર્ણ કરી મેચ આસાનીથી જીતી લીધી હતી. દિપેન પારેખે ખૂબ જ સાતત્યપુર્ણ બેટીંગ કરતા ફકત 50 બોલમાં 83 રનની ધુંઆધાર ઈનીંગ રમી મેન ઓફ ધી મેચ બન્યા હતા.

ગઈકાલે રેસકોર્સ ખાતેના માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘અબતક’ ઈલેવન અને કાઠિયાવાડ પોસ્ટ વચ્ચે સેમી ફાઈનલનો જંગ જામ્યો હતો. ‘અબતક’એ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કાઠિયાવાડ પોસ્ટની પ્રથમ ઓવરમાં જ પ્રથમ વિકેટ પડી ગઈ હતી. જો કે ત્યારબાદ 4 ઓવર સુધી ખુબજ સારી બેટીંગ કરતા કાઠિયાવાડ પોસ્ટે 4 ઓવરમાં 40 રન કરી નાખ્યા હતા. જો કે ત્યારબાદ ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ બોલીંગની કમાન સંભાળતા કાઠિયાવાડ પોસ્ટના ધુઆધાર બેટ્સમેન રક્ષીત વ્યાસને 16 રનમાં જ પેવેલીયન ભેગા કરી દીધા હતા. ત્યારબાદ જયરાજસિંહને પણ 12 રનના નીજી સ્કોરે સતિષકુમાર મહેતાએ પેવેલીયન ભેગા કરી દીધા હતા. 20 ઓવરના અંતે કાઠિયાવાડ પોસ્ટે 5 વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા. આ સાથે જ ‘અબતક’એ બોલીંગમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. ‘અબતક’ તરફથી સતિષકુમાર મહેતાએ 2 અને મોનિલ અંબાસણાએ પણ 2 વિકેટ ઝડપી હતી.

Dsc 4455C

 

 

ત્યારબાદ બેટીંગમાં ઉતરેલી ‘અબતક’ની શરૂઆત સારી રહી હતી. જો કે ત્રીજા ઓવરમાં રોહિત ડાંગરના સ્વરૂપે ‘અબતક’એ પ્રથમ વિકેટ ગુમાવી હતી. જો કે ત્યારબાદ દિપેન પારેખ અને મોનીલ અંબાસણાએ 53 રનની ભાગીદારી નોંધાવી હતી. ‘અબતક’ના 12 ઓવરે 83 રન થઈ ગયા હતા. ત્યારબાદ બેટીંગમાં ઉતરેલા સંજય વાઘેલાએ ખુબજ સારી બેટીંગ કરતા 14 બોલમાં 22 રનની ધુંઆધાર ઈનીંગ રમી હતી. દિપેન પારેખે 50 બોલમાં 83 રન ફટકારી ‘અબતક’ને એક ઓવર બાકી હતી ત્યાં જ જીત અપાવી દીધી હતી.

આ સાથે જ ‘અબતક’એ ફાઈનલમાં વટભેર પ્રવેશ મેળવ્યો છે. આવતીકાલે રવિવારે સવારે 9 વાગ્યે માધવરાવ સિંધીયા ગ્રાઉન્ડ ખાતે ‘અબતક’ ફાઈનલ મેચ રમશે. સેમી ફાઈનલમાં જીત બદલ ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ ટીમને ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.