Abtak Media Google News

મેયર ડો.પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુસ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ અબતક સુરભીના બન્યાં મહેમાન

‘અબતક સુરભી રાસોત્સવ’ ચોથા નોરતે પણ જનમેદની અને ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકોટમાં ઠેર-ઠેર ર્માં દુર્ગાની આરાધના કરવામાં આવે છે. જ્યારે અબતક સુરભી રાસોત્સવનો નજારો અલગ જ હોય છે. નવલા નોરતાના પાવન અવસરે ર્માં દુર્ગા ચોથે દિવસે મોંઘેરા અને માનવંતા સવિશેષ ઉ5સ્થિતિથી કાલે અબતક સુરભીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. મોંઘેરા મહેમાનોના આગમનથી ખેલૈયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Dsc 6764

ગરબાપ્રેમીનો ઉત્સાહ અને હરખની હેલી જોવા મળે છે અને આહલાદક વાતા વરણમાં જોશ સાથે ગરબે ઘુમ્યા હતા. અબતક સુરભીના આંગણે પધારેલા પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડીંગ એન્જીનીંયર પી.જે. મહેતા, સુપ્રિન્ટેન્ડીંગ એન્જીનીંયર બી.આર.વાલીયા, વીજીલન્સ કાર્ય પાલક ઇજનેર બી.એમ.શાહ, નાયબ ઇજનેર જે.યુ.ભટ્ટ, કાર્યપાલક ઇજનેર એન.ડી.રૂ ધાણી તેમજ કોર્પોરેશનના ડેપ્યૂટી એક્ઝ્ક્યિુટીવ એન્જિનીયર સંજીવ ગુપ્તા તેમજ જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા, બાર એસોસિએશનના પ્રમુખ અર્જુન પટેલ, એનએસીપી બાર પ્રમુખ અજય જોશી, ક્ષત્રીય સમાજ અગ્રણી રાજભા જાડેજા તેમજ વિજયભાઇ દેસાણી, ભાજપ અગ્રણી જાડેજા નરેન્દ્રસિંહજી કસ્ટમ સુ.પ્રિ., મેયર ડો.પ્રદીપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા તેમજ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ અને અંશ ભારદ્વાજ, ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર અને સાવલીયા હોસ્પિટલના એમ.ડી.ડો.અનુરથ સાવલીયા તેમજ ધમણ મુવીની ફિલ્મના નિર્માતા શોભના ભૂપત બોદર, શિવમ બોદર અને શિવમ જૈમિન એન્ટરપ્રાઇઝ પ્રા.લિ. વૃંદા બ્રહ્મ ભટ્ટ, સહનિર્માતા તેમજ કલાકાર આર્જવ ત્રિવેદી, કથા પટેલ, જયેશ મોરે, અનંત દેસાઇ, ભાવિની જાની, કિશન ગઢવી, નિલેશ પંડ્યા, ધમણ મુવીની સ્ટારકાસ્ટ સહિતના મોંઘેરા મહેમાનની ઉપસ્થિતિ રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધી ગયો હતો. સાથે-સાથે અબતક સુરભી ટીમે ફરીદા મીર અને આશીફ ઝેરીયા સાથે ગરબા ઘૂમ્યા હતા ત્યારે સોનામાં સુંગધ ભળી એવું લાગતું હતું. ચોથા નોરતે વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવામાં આવ્યા હતાં.

Dsc 6738

ધારાશાસ્ત્રી અંશ ભારદ્વાજ, રૂપરાજસિંહ પરમાર, જેએમજે ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા, બાર એસો.ના પ્રમુખ અર્જુન પટેલ અને એસીપી બાર પ્રમુખ અજય જોશી, કોર્પોરેશનના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર સંજીવ ગુપ્તા, કસ્ટમ્સ સુપ્રિ. નરેન્દ્રસિંહ જાડેજા   સહિતના અગ્રણી ઉપસ્થિતિ

Dsc 6811Dsc 6824Dsc 6852Dsc 6860Dsc 6815Dsc 7023Dsc 6880Dsc 6904

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.