રાજકોટની પ્રજાના ‘વિશ્વાસુ’ લોકસેવકોને ‘અબતક’નો શુભેચ્છા સંદેશ

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના જનાદેશને સૌ કોઈએ આવકાર્યો છે. ‘અબતક’એ પણ પ્રજાના કોલમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. ઉપરાંત આવતા પાંચ વર્ષ સુધી લોકોએ જે પ્રતિનિધિઓને ચૂંટી કાઢ્યા છે તેઓના પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવાનો કોલ આપ્યો છે. ગઈકાલે થયેલી મત ગણતરી બાદ ‘અબતક’ દ્વારા આવતા પાંચ વર્ષ સુધી ચૂંટાયેલા નગરસેવકોની પડખે રહી પ્રજાલક્ષી કામોને બિરદાવાશે તેવો નિશ્ર્ચય કરાયો હતો. લોકસેવકોને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. ૭૨ કોર્પોરેટરો સુધી ‘અબતક’ પરિવારના સભ્યો રૂબરૂ પહોંચ્યા હતા અને શુભકામના પાઠવી હતી.