- એરોબેટીકના હવાઈ કરતબે લોકોના દિલ જીત્યા
- બહોળી સંખ્યામાં લોકો એર શો નિહાળવા ઉમટી પડ્યા
અબડાસાના પીંગલેશ્વર બીચ ઉપર આકાશમાં સૂર્યકિરણ એરોબેટીકના હવાઈ કરતબે લોકોના દિલ જીત્યા છે. ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા અબડાસા તાલુકાના પીંગલેશ્વર બીચ ખાતે એર શો યોજવામાં આવ્યું હતું. એર શો દરમિયાન ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરતબ કરવામાં આવ્યા હતા. ભારતીય વાયુ સેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરોમેટિક ટીમ વિશ્વની એરોમેટિક્સ ટીમમાંથી એક છે. તેમજ એશિયામાંથી એકમાત્ર છે આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં 500થી વધુ પ્રદર્શન કર્યા છે. તે ઉપરાંત ચાઇના, શ્રીલંકા, મ્યાંમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતમાં પણ હવાઈ પ્રદર્શન કર્યું છે. આ એર શો નિહાળવા માટે રાજકારણીઓ, પદ અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પીંગલેશ્વર બીચ ઉપર આકાશમાં આજે સૂર્યકિરણના હવાઈ કરબત દિલ જીત્યા હતા. વાયુસેના ની સૂર્ય કિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ ૩૦, જગુઆર વિમાન સાથેના એર સો યોજાયા હતા.અબડાસાની જનતા જોવા માટે મોટી સંખ્યામાં પોતાનું કિંમતી સમય કાઢીને આપ પ્રદર્શન નિહાળવા માટે પહોંચ્યા હતા. જેમાં ભારત માતા કી જય ના નારા સાથે વાતાવરણ દેશ ભક્તિમય બન્યું હતું. ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે અબડાસા તાલુકાના પીંગલેશ્વર બીચ ખાતે એર શો યોજવામાં આવ્યું હતું. એર સો દરમિયાન ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરબત કર્યા.
વધુમાં તેમણે ભારતીય વાયુ સેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરોમેટિક ટીમનું ગઠન 1996 માં કરવામાં આવ્યું હતું અને તે વિશ્વની કેટલીક એરોમેટિક્સ ટીમમાંથી એક છે એશિયામાંથી એકમાત્ર છે આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં 500થી વધુ પ્રદર્શન કર્યા છે તે ઉપરાંત ચાઇના, શ્રીલંકા, મ્યાંમાર, થાઈલેન્ડ, સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતમાં પણ હવાઈ પ્રદર્શન કર્યું છે. આ એર સો નિહાળવા માટે બહોળી સંખ્યામાં રાજકારણીઓ, પદ અધિકારીઓ, સામાજિક કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: રમેશ ભાનુશાલી