Abtak Media Google News

અભિષેક બચ્ચન ફિલ્મ ‘મનમર્ઝિયાં’ દ્વારા સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. અભિષેક બે વર્ષ બાદ આ ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું શુટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના ફર્સ્ટ લુકમાં અભિષેક એક સરદારના લુકમાં જોવા મળી રહ્યો છે. પહેલી વખત અભિષેક કોઇ સરદારની ભુમિકા ભજવી રહ્યો છે તેને આ રોલમાં જોવા ઘણો રસપ્રદ રહેશે.

 ફિલ્મમાં અભિષેક બચ્ચન પહેલીવાર સરદાર બનેલો જોવા મળશે. તસવીરમાં અભિષેક પાઘડી બાંધેલો જોવા મળે છે. આ ફિલ્મમાં અભિષેકની સાથે વિક્કી કૌશલ અને તાપસી પન્નુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મેકર્સે તેમનો લૂક પણ જાહેર કર્યો છે. તસવીરમાં તાપસી પોતાના મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે. તો અભિષેક સિરિઅસ લૂકમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનાં ફર્સ્ટ લૂકને અભિનેતા વિક્કી કૌશલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘જ્યારે પ્રેમ યુદ્ધ હોય ત્યારે બધુ જ યોગ્ય છે.’

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.