Abtak Media Google News

ગ્લોબલ વોર્મીગની અસર વાતાવરણ અને પર્યાવરણ પર વધુ જોવા મળે છે ત્યારે NASA દ્વારા વર્ષ ૨૦૧૭ને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ દર્શાવવામાં  આવ્યું છે. જે વાત સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સીએ એક સંમેલનમાં જાહેર કરી હતી. આ બાબતે નાસાએ વિશ્ર્વના ૬,૩૦૦ હવામાન કેન્દ્રો પાસેથી આંકડાકીય માહિતી મંગાવી હતી અને તેના કારણ રૂપે વર્ષ ૨૦૧૭નો માર્ચ મહિનો સૌથી વધુ ગરમ નોંધાયો હતો.

વર્ષ ૨૦૧૬ છેલ્લાં કેટલાંક વર્ષોની તુલનાએ વધુ ગરમ નોંધાયું હતું પરંતુ આ રેકોર્ડને પણ વર્ષ ૨૦૧૭ એ તોડ્યો  અને તેનાથી ૦.૨ ડિગ્રીથી વધુ ગરમ કરી રહી ૨૦૧૬ની ગરમીને પણ ઠંડી કરી છે. ૧૮૮૦થી વૈશ્ર્વિક તાપમાનની ગણતરી પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર મંગાવી તેનો સંપૂર્ણ અભ્યાસ હાથ ધરાય છે. એ સાથે જ જે તે દેશનું ભુગોળ પણ હવામાનના બદલાવમાં મહત્વની ભૂમિકા ભજવે છે. નાસા દ્વારા થયેલાં આ અભ્યાસમાં છેલ્લા તમામ વર્ષના તાપમાનના માસિક આંકડાનો અભ્યાસ કરાયો હતો અને ત્યાર બાદ જ આ વર્ષનું મુલ્યાંકન કરી અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ જાહેર કરાયું છે તેમજ આ વર્ષે ઉનાળાનું રોકાણ પણ લાંબુ રહ્યુ હતું દિલ્હીમાં પણ ૪૦ ડિગ્રીએ ગરમી પહોંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.