દેશમાં આશરે 80 કરોડ નાગરિકોને સતત ત્રણ વર્ષથી વિના મૂલ્યે અપાય રહ્યું છે અનાજ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા  દરિદ્ર નારાયણની સેવાને પોતાની નીતિઓમાં હંમેશા કેન્દ્ર સ્થાને રાખી છે: રાજયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે

આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે નરમાં નારાયણ વસેલો છે અને આ નારાયણની સેવા સર્વોચ્ચ સેવા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ હંમેશા દરિદ્રનારાયણની સેવાને પોતની નીતિઓમાં કેંદ્ર સ્થાને રાખી છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં લાખો ગરીબ લોકોએ રોજગારી ગુમાવી હતી તેવા સમયે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ગરીબોને વિના મૂલ્યે અનાજ આપવા માટેની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના  જાહેરાત કરી હતી અને દેશના લગભગ 80 કરોડ નાગરિકોને વિના મૂલ્ય સતત ત્રણ વર્ષથી અનાજ પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને વિના મૂલ્ય ગુણવત્તા યુક્ત અનાજ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે.

રાજ્યના જરૂરિયાતમંદ લોકોને અન્ન સુરક્ષા પૂરી પાડવાના ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2016થી રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદાની અમલવારી કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા કુલ-382.84 લાખની વસ્તીને સમાવિષ્ટ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો જેમાં હાલની સ્થિતિએ 70.62 લાખ કુટુંબોની 346.13 લાખ વસ્તીને NFSA હેઠળ આવરી લેવામાં આવી છે. N.F.S.A.હેઠળ બે પ્રકારના લાભાર્થી કુંટુબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં લાભાર્થીઓની ફુડ હેબીટને ધ્યાનમાં લઈ  એનએફએસએ હેઠળ ચોખાનો જથ્થો વધારાયો

N.F.S.A.ના કાયદાના લાભથી વંચિત રહી ગયેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ જેમ કે દિવ્યાંગો, ગંગાસ્વરૂપ બહેનો, 60 વર્ષથી ઉપરના તમામ વૃધ્ધ વ્યક્તિઓ, બાંધાકામ શ્રમિકો, ત્રણ પૈંડાવાળા યાંત્રિક વાહનધારકો (ઓટોરીક્ષા /છકડો/મીની ટેમ્પો જેવા અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી વંચિત લાભાર્થીઓને N.F.S.A.હેઠળ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાલની સ્થિતિએ 40.9 લાખ કુટુંબોની જનસંખ્યાનો આ કાયદા અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં રાજ્યના દક્ષિણ જીલ્લાઓ જેવાકે ભરૂચ, નર્મદા,સુરત, તાપી, નવસારી, વલસાડ તથા ડાંગના લાભાર્થીઓની ફૂડ હેબીટને ધ્યાને લેઇને રાજ્ય સરકારે N.F.S.A.હેઠળના વિતરણમાં ચોખાના જથ્થામાં વધારો કર્યો છે.રાજ્યમાં લાભાર્થીઓને પ્રોટીનયુકત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તુવેરદાળ વિતરણની યોજના અમલમાં મુકવામાં આવી છે.

70 લાખ પરિવારોને દર મહિને  રાહત દરે એક કિલો તુવેરદાળ અને 32 લાખ પરિવારોને દર મહિને ખાંડ આપવામાં આવે છે

તેમાં તમામ 70  લાખ N.F.S.A.પરિવારોને દર મહિને પ્રતિ કુટુંબ 1 કિ.ગ્રા તુવેરદાળનું રાહત દરથી વિતરણ કરવમાં આવે છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત વાર્ષિક રૂ. 200 કરોડ ખર્ચ કરવામાં આવે છે.

રાજ્યના અંત્યોદય તથા બી.પી.એલ કુટુંબો મળી કુલ 32  લાખ પરિવારોને રાજ્ય સરકાર દ્વારા દર માસે રાહતદરે ખાંડનું વિતરણ કરવામાં આવે છે.  જેમાં અંત્યોદય કુટુંબ હેઠળ 3  સભ્યો ધરવતા કુટુંબને પ્રતિ કાર્ડ 1  કિ.ગ્રા તથા 3 થી વધુ સભ્યો ધરવતા કુટુંબને વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડનું રૂ. 15 પ્રતિ કિ.ગ્રાના ભાવે વિતરણ કરવામાં આવે છે. અને બી.પી.એલ કુટુંબ હેઠળ વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડનું રૂ. 22 પ્રતિ કિ.ગ્રાના ભાવે વિતરણ કરવામાં આવે છે. તદ ઉપરાંત વર્ષમાં બે વાર જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમ્યાન પ્રતિ કુટુંબ 1  કિ.ગ્રા વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવે  છે. અગાઉ ભારત સરકાર તરફથી કરવા આવતી ખાંડની ફાળવણીના આધારે વિતરણ થતુ હતુ, ત્યારબાદ ભારત સરકાર દ્વારા 2012માં ખાંડની ફાળવણી બંધ કરતા રાજ્ય સરકાર દ્વારા મુક્ત બજાર માંથી ખરીદી કરી સબસીડીથી રાહત ભાવે જ30 ખાંડનું વિતરણ કરવામાં આવે છે.

કોઈ વ્યકિત ભૂખ્યો ન રહે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકારનું ભગીરથ  સેવા કાર્ય

જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત વાર્ષિક રૂ. 134 કરોડ ખર્ચ કરવામાં આવે છે.અંત્યોદય તથા બી.પી.એલ કુટુંબો મળી કુલ 32  લાખ પરિવારોને રાજ્ય સરકાર દ્વારા દર માસે આયોડાઇઝ્ડ મીઠાનું રાહતદરે વિતરણ કરવામાં આવે છે. જેમાં 6  સભ્યો ધરવતા કુટુંબને પ્રતિ કાર્ડ 1  કિ.ગ્રા તથા 6 થી વધુ સભ્યો ધરવતા કુટુંબને 2 કિ.ગ્રા મીઠાનું રૂ. 1 પ્રતિ કિ.ગ્રાના ભાવે વિતરણ કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત વાર્ષિક રૂ. 24 કરોડ ખર્ચ કરવામાં આવે છે.

તમામ 70  લાખ N.F.S.A.પરિવારોને રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર સબસીડી ભોગવીને રાહતદરે વર્ષમાં આવતા બે તહેવારો, જનમાષ્ટમી અને દીવાળી દરમિયાન પ્રતિ કાર્ડ 1 લીટર  ખાદ્યતેલનું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ કરવામાં આવે છે. જેમાં વર્ષ 2012 થી 2014 સુધી પામોલીન તેલ/સોયાબીન તેલનું વિતરણ કરવામાં આવતું હતુ.  ત્યારબાદ વર્ષ 2014  2015 થી  વધુ સ્વાસ્થ્યવર્ધક રીફાઇન્ડ કપાસિયા ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવે છે. વર્ષ 2020-21 સુધી યોજનાનો લાભ અંત્યોદય અને બીપીએલ પરિવારોને આપવામાં આવતો હતો. ત્યાર બાદ વર્ષ 2021-22માં  યોજનાનો વ્યાપ વધારીને તમામ NFSA કાર્ડધારકોને તથા ગજ્ઞક્ષ-NFSA ઇઙક કાર્ડધારકો સુધી પહોંચતા હવે કાર્ડદીઠ 1 લીટર રીફાઇન્ડ કપાસિયા ખાદ્યતેલનું વિતરણ કરવામાં આવે છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત વાર્ષિક રૂ. 100 કરોડ ખર્ચ કરવામાં આવે છે.