Abtak Media Google News

વિશ્વ મહિલા દિવસની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ‘અબતક’ દ્વારા સન્માનિત

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં મીડિયાને લોકતંત્રના ચોથા સ્તંભનું સન્માન અપાયું છે .ત્યારે માધ્યમોની પણ સમાજ ને દિશા નિર્દેશ આપવાની એક આગવી ફરજ હોય છે. અબતક મીડિયા સમાચાર, માહિતી અને સકારાત્મક અભિગમ સાથે સમાજમાં છેવાડાના લોકો સુધી પહોંચીને સમાજની પ્રતિભાને ઉજાગર કરવાની ફરજ બજાવે છે ..અબ તક મીડિયા દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચ 2022 ના રોજ “હોટેલ ઇમ્પીરીયલ પેલેસ”માં સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજની વિશિષ્ટ મહિલા પ્રતિભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું .

સમાજ માટે કંઈક અલગ રીતે કરી છૂટતા મહિલા રત્નોને અબ તક મહિલા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અબ તક દ્વારા એક એક મહિલા પ્રતિભા ને વીણી વીણીને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા અબધક ના આ દ્રષ્ટિ કોણ ને સાર્થકતા મળી હોય તેમ અબ તકના એવોર્ડ માટે તાલાલાના જાંબુર ગામના સીદિ બાદશાહ સમાજના અને આદિવાસી સમુદાયને શિક્ષિત દીક્ષિત અને પગભર બનાવવા માટેના ભેખધારી અને મહિલાઓને બચત થી પગભર કરવાની સફળતા મેળવનાર હીરીબેન લોબીને અબતક મહિલા રત્નો એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી એવોર્ડ થી નવાજવામાં આવ્યા.

અબતકના આંગણે એવોર્ડ લેતી વખતે ખીલેલા હીરીબેને રાષ્ટ્રપતિ ભવનમાં પણ પોતાની તળપદી શૈલી થી વડાપ્રધાન-ગૃહ મંત્રી સહિતના મહાનુભાવોને ખડખડાટ હસાવી દીધા

98924523

અબ તકના કાર્યક્રમમાં મહાનુભાવો ની ઉપસ્થિતિમાં મંચ પર આવેલા હીરીબેન લોબીએ અબ તકનો આભાર માની જણાવ્યું હતું કે કામ કરનારને જ્યારે જ્યારે સન્માનિત કરવામાં આવે છે ત્યારે તેના પુરુષાર્થ નો થાક ઉતરી જાય છે.હીરી બેન લોબી લએ પોતાની તળપદી ભાષામાં મહિલાઓને બચતની શિખામણ આપતા વક્તવ્યમાં સૌને ખડખડાટ હસાવી દીધા હતા . અબ તક મહિલા એવોર્ડ વિજેતા આ રતન પોતાની ઉત્કૃષ્ટ સેવા માટે પદ્મશ્રી માટે પસંદ થયા હતા અને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવો અને વિશ્વભરના ડેલીગેટ્સની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડોક્ટર દ્રોપદી મુરમુ ના વરદ હસ્તે હીરીબેન લોબી ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય કક્ષાના સર્વોચ્ચ પુરસ્કાર માટે પસંદ થયેલા હીરીબેનલોબી રાષ્ટ્રપતિ ભવનમાં પણ પોતાના આગવા અંદાજમાં ખીલી ઉઠ્યા હતા …તેમણે રાષ્ટ્રપતિ શ્રી ના ખંભે બંને હાથ મૂકીને પરસ્પરના સાનિધ્ય અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સરકારનો આભાર માની તળપદી શૈલીમાં સંબોધન કરતા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.  અબ તકના સન્માન સમારોહમાં પણ હીરીબેન નો આ અંદાજ જોવા મળ્યો હતો.

રાષ્ટ્રપતિ ભવનમાં  હીરી બાઈ નું આ રૂપ જાણે કે અબ તક ના કાર્યક્રમ નું પ્રતિબિંબ હોય તેવું દેખાયું હતું.   હીરીબેન નું જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નામાંકન થયું ત્યારે તેમણે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અબ તકનો એવોર્ડ  માટે શુકનવંતો સાબિત થયો છે, અને હું રાજકોટ થી રાજધાની સુધીની સફર કરવામાં સફળ થઈશ. હીરીબેન વર્ષોથી આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને સીધી બાદશાહ સમુદાયના મહિલાઓને પગભર કરવા માટે સખી મંડળીઓના માધ્યમથી સેવા કરી રહ્યા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.