Abtak Media Google News

ભારતભરમાં ૧૦૦થી વધુ શાળાઓની વિશાળ ચેઈન ધરાવતી એકેડેમીક હાઈટસ પબ્લિક સ્કૂલનું મુખ્યમંત્રી વિજયભાઈ ‚રુપાણીના હસ્તે ઉદઘાટન

ઈન્ડોર-આઉટડોર ગેમ્સ, સ્માર્ટ કલાસ, પુસ્તકોનો ખાસ સોફટવેર, બસ વ્યવસ્થા સહિતની તમામ અત્યાધુનિક સુવિધાઓથી બાળકોનો સર્વાંગી વિકાસ થશે; સરકારના નિયમ મુજબ

રાજકોટના વેજાગામ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે એકેડેમિક હાઈટસ પબ્લીક સ્કુલનો આજે ઉદઘાટન સમારંભ યોજાયો હતો જેનાં અનુસંધાને યોજાનારી પત્રકાર પરિષદમાં સંચાલકોએ આ સ્કુલમાં વિદ્યાર્થીઓને ધો.૧ થી ૮ સુધી ઈગ્લીશ મીડીયામાં ગુણવતાયુકત અને ડિઝીટલ પધ્ધતીથીક શિક્ષણ આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતુ.

એકેડેમિક હાઈટસ પબ્લીક સ્કુલના ચેરમેન શ્રીમતી અર્ચના રાઠોડે જણાવ્યુંં હતુ કે આ સ્કુલમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે. સાથે સાથે ઈન્ડોર આઉટડોર ગેમ્સ, સ્માર્ટ કલાસ, પુસ્તકો માટેનો ખાસ સોફટવેર તૈયાર કરાયા છે. વિદ્યાર્થીઓ માટે અલગ કબાટની વ્યવસ્થા કરાઈ છે. કલ્ચરલ એમ્પાયરમેન્ટ ઉપરાંત ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીની સુરક્ષાની પર પૂરતી કાળજી લેવાશે ગુજરાત બોર્ડ માન્ય આ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ પણ અપાશે.

વધુમાં શાલાના સંચાલકોએ જણાવ્યુંં કે આ સ્કુલમાં રાજય સરકારનાં નિયમ મુજબ જ ફી વસુલવામાં આવશે પરંતુ સ્કુલ તરફથી આપવામાં આવતી વધારાની સગવડતા માટે સરકારની કમિટીમાં પ્રસ્તાવ મૂકી કમિટી મંજૂરી આપશે તો એ પ્રકારે ફી વસુલવામાં આવશે.

સમગ્ર ભારતમાં ૧૦૦થી વધુ શાળાઓની વિશાળ ચેઈન ધરાવતી તથા બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કટીબધ્ધ એકેડેમીક હાઈટસ પબ્લીક સ્કુલ (AHPS)નો રાજકોટમાં પ્રારંભ થયો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ રાજકોટના વેજાગામ ખાતે ક્રાઈસ્ટ કોલેજ પાસે શાળાનું ઉદઘાટન કર્યંુ હતુ.

સીબીએસઈ (પ્રપોઝડ) અભ્યાસક્રમ આધારીત શાળા ગુણવતાયુકત શિક્ષણને મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોચાડવા પ્રતિબધ્ધ છે. અનુભવી શિક્ષકો, વિશાળ ટીમ, દરેક ક્ષેત્રમાં નિપુણતા, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં અગ્રેસર એકેડેમીક હાઈટસ પબ્લીક સ્કુલ (AHPS)બાળકોની કારકીર્દી માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.

શાળાના પોતાના પબ્લીકેશન દ્વારા તૈયાર કરાયેલા પુસ્તકો, અધતન લાઈબ્રેરી, સ્માર્ટ કલાસ, શાળાનું પોતાનું સ્માર્ટ કલા‚મ સોફટવેર અને હાર્ડવેર, ટેનિસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ, વોલીબોલ કોર્ટ, સ્કેટીંગ, લેંગ્વેજ લેબ, મેથ્સ લેબ, રોબોટિકસ લેબ, સાયન્સ લેબ, ઓપન એર એમ્ફથિયેટર વગેરે શાળાનું મુખ્ય વિશેષતાઓ છે.

એકેડેમીક હાઈટ્સ પબ્લીક સ્કુલના ચેરમેન શ્રીમતી અર્ચના રાઠોડે જણાવ્યું હતુ કે એકેડેમીક હાઈટ્સ પબ્લિક સ્કુલ (AHPS)તમામ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણીક અનુભવ પૂરો પાડવા માટે કટીબધ્ધ છે. અમારો ઉદેશ્ય તમામ વિદ્યાર્થીઓને તેમની પૂર્ણ ક્ષમતાઓ અને પ્રતિભાઓનો અનુભવ કરાવવાનો છે. અમારી પાસે કુશળ,પ્રતિબધ્ધ અને સંવેદનશીલ કર્મચારી છે. તથા અમારા શિક્ષકો અને ટીચીંગ આસિસ્ટન્ટ્સ શૈક્ષણીક ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. અહી બાળકો અભ્યાસના તમામ પાસાઓનો આનંદ ઉઠાવે તેવો માહોલ પૂરો પાડવામાં આવશે. તથા શાળાકીય જીવનમાં બાળકોનાં માતા પિતાની હિસ્સેદારી પણ વધારવા ઉપર ધ્યાન આપવામાં આવશે. જેથી તેઓ બાળકોનાં અભ્યાસને વધુ સારી રીતે સમજી શકે.

એકેડેમીક હાઈટ્સ પબ્લીક સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ અભ્યાસક્રમ, બાળકની વ્યકિતગત દેખરેખ અને વૈવિધ્યસભર પ્રવૃત્તિઓને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસનો આનંદ ઉઠાવશે. અમારી શાળામાં અભ્યાસ જાદુ સમાન છે. કારણ કે અહી નિયમિત ધોરણે રસપ્રદ પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધાઓ યોજાશે.

પ.પુ. ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતુ કે રાજકોટએ સૌરાષ્ટ્રનું શૈક્ષણીક હબ બની ગયું છે. ત્યારે એકેડેમિક હાઈટ્સ પબ્લિક સ્કુલ સોનામાં સુગંધની જેમ બની રહેશે. અહી બાળકોના સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે. પ.પૂ. શ્રી ત્યાગવલ્લભ સ્વામી તેમજ ઉપસ્થિત સંતોએ એકેડેમિક હાઈટ્સ સ્કુલ નવી ઉંચાઈઓ સુધી પહોચે એવા આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ એકેડેમીક હાઈટ્સ પબ્લીક સ્કુલનું ઉદઘાટન કરી સ્કુલના તમામ ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકોને ખૂબ ખૂબ શુભ કામનાઓ પાઠવી હતી. પત્રકાર પરિષદમાં એકેડેમિના નેશનલ હેઠ પ્રેમ ઓઝા, ફાઈનાન્સ ડીરેકટર એમ.કે. જૈન, ચેરમેન શ્રીમતી અર્ચના રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ પત્રકાર પરિષદનું આયોજન જીનીયસ પબ્લીક રિલેશનના દિવ્યેશ એમ. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.