- બે વ્યક્તિના મોત, 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- ભાગી છુટેલ ડમ્પર ચાલકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
લીંબડી થી બોરણા માર્ગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડી થી બોરણા તરફ જતી ઓટો રિક્ષા ને પાછળ પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા ડમ્પર ચાલકે ટક્કર અડફેટે લેતાં રીક્ષા મા સવાર મહિલા સહિત બે વ્યક્તિઓ ને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા.
જ્યારે બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ ને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં બોરણા ગામના યુવા કાર્યકર હર્ષપાલસિંહ રાણા તથા આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે સારવાર માટે પ્રથમ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઇ ભાગી છુટયો હતો.
આ અકસ્માત માં કંથારિયા ગામ ના અને હાલ બોરણા ગામે રહેતા પ્રવિણસિંહ બાપાલાલ રાણા , દેવુબેન ધનશયામભાઈ મેટાલીયા ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. જયારે આ અકસ્માતમાં માવજીભાઈ ખોડાભાઈ રાઠોડ રહે. બોરણા રામુબેન માવજીભાઈ રાઠોડ, તથા રંજનબેન અરજણભાઈ રાઠોડ ને ગંભીર ઈજાઓ પહોચી હતી. ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતા અને
લીંબડી હોસ્પિટલ ખાતે મૃતક ના પરિવારજનો ના નિવેદન આધારે વિગતો નોંધી ભાગી છુટેલા ડમ્પર ને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલ: અશ્ચિનસિંહ રાણા