ગોંડલ શેમળા પાસે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત : રીક્ષા ચાલકનું મોત

રાજકોટમાં ડુંગળી વહેચી ગોંડલ ઘરે પરત ફરતા રીક્ષા ચાલક કાળનો કોળીયો બન્યા

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર શેમળા ગામના પેટ્રોલ પમ્પ નજીક રીક્ષા અને બાઈક વચ્ચે નાં અકસ્માત માં રીક્ષા ચાલક નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતદેહ ને હાઇવે ઓથોરિટી ની એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલ પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.

સેમળા ના પાટીયા પાસે સર્જાયેલ અકસ્માત માં રીક્ષા ચાલક ફારુકભાઇ નુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે બાઈક ચાલક દેવશીભાઇ ભીમસીભાઈ ચાવડા ઉ.વ.58 અને જયસુખભાઈ ધરમસીભાઇ પરમાર ઉ.વ.37 રહે મોરબી વાળા ને ઇજા થતાં સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે રીક્ષા ચાલક  ફારૂકભાઈ સેતા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ગોંડલ રહેતા રીક્ષા ચાલક ફારુકભાઇ રાજકોટમાં  ડુંગળી વહેંચી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે શેમળા પાસેનાં  પેટ્રોલ પંપે રીક્ષા માં ડીઝલ પુરાવી હાઈવે ઉપર ચડી રહ્યાં હતાં અને બાઈક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં તેમનું મોત નિપજ્યું હતુ. ફારુકભાઇ ડુંગળીની ફેરિયો કરી પોતાનું ઘર ગુજરાત ચલાવતા હતા તેમનું નિધન થતા બે દીકરા બે દીકરીઓ એ પિતાની છત્ર છાયા ગુમાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.