ધ્રાંગધ્રા પાસે બે કાર વચ્ચે અકસ્માત: કોન્સ્ટેબલનું મોત

આગળ જતી આઇ-ર0 માં પાછળથી પજેરોએ ટકકર મારતા ઘટના સર્જાઇ: ત્રણ ઘાયલ

ધાંગધ્રા હળવદ રોડ ઉપર આઇ-20 કાર અને પઝેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ચાર લોકોને નાની-મોટી ગંભીર ઇજાઓ પહોંચી જયારે એક પોલીસ કોન્સ્ટેબલનું મોત થયું છે.

ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ બનવા અકસ્માતમાં સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે મળતી વિગત અનુસાર શ20 કાર લઇને જતા પંકજભાઈ વાઘેલા હળવદ તરફ જઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવતી પજેરો કાર દ્વારા શ20 ટક્કર લગાવવામાં આવી હતી જેને લઇ અને આઈ ટ્વેન્ટી કાર અને પાજેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

ત્યારે આજુબાજુના લોકો દ્વારા એમ્બ્યુલન્સ બોલાવી અને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી ત્યારે ધાંગધ્રા સિટી પોલીસમાં ફરજ બજાવતા પંકજભાઈ ને પણ ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી તેમને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે બે દિવસ સારવાર બાદ તેમનું મોત નિપજતા સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી જવા પામ્યો છે

ત્યારે  ધ્રાંગધ્રા સીટી પોલીસ માં ફરજ બજાવતાં પંકજભાઈ વાઘેલા નું અકસ્માત બાદ સારવાર દરમ્યાન મોત નિપજતા ધાંગધ્રા પોલીસ સ્ટેશન માં પણ શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે હાલમાં પજેરો કાર ચાલક સામે ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આ મામલે વધુ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે અન્ય ઇજાગ્રસ્તોને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાનો પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.