- ધનસુરાના કંજરીકંપા નજીક પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં પુરણ પટેલનું મો*ત નિપજયું
- મૃ*તક યુવક લક્ષ્મણપુરા કંપાના હોવાની પ્રાથમિક માહિતી
- બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત નડ્યો
- 3 મહિલાઓને ઈજાઓ થતાં 108 મારફતે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા
- મૃ*તદેહને PM અર્થે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા
- પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી ધનસુરાના કંજરીકંપા નજીક પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પુરણ પટેલનું મો*ત નિપજયું હતું. મૃ*તક યુવક લક્ષ્મણપુરા કંપાના હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ ઉપરાંત બાઇક ચાલકને બચાવવા જતાં અકસ્માત નડ્યો હતો. તેમજ 3 મહિલાઓને ઈજાઓ થતાં 108 મારફતે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. મૃ*તદેહને PM અર્થે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અનુસાર માહિતી મુજબ, ધનસુરામાં બાયડ રોડ પર બાઇક ચાલકને બચાવવા જતાં ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી જતાં ગાડી ચાલકનું મોત થયું હતું. જ્યારે ગાડીમાં સવાર ત્રણ મહિલાઓ પણ ઘાયલ થતાં સારવાર અર્થ ધનસુરા બાદ મોડાસા ખસેડાઇ હતી.
ધનસુરામાં બાયડ રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ પાસે હાઇવે પર પસાર થઈ રહેલ ગાડી ચાલકે બાઈક સવારને બચાવવા જતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ગાડી રોડ સાઈડની ગટરમાં પલટી મારી ગઈ હતી. જેમાં ધનસુરાના લક્ષ્મણપુરા કંપાના ચાલક પુરણ પટેલ (50)નું ઘટનાસ્થળ મોત થયું હતું. જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતની જાણ ધનસુરામાં થતાં લોકોએ બચાવ કામગીરી હાથ ધરી 108 મારફતે ધનસુરા ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોડાસા લઈ જવાયા હતા.
અહેવાલ : ઋતુલ પ્રજાપતિ