- ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને નડ્યો અકસ્માત
- ભીષણ દુર્ઘટનામાં એકનું મો*ત, 6 ઘાયલ
- પ્રાથમિક સારવાર બાદ તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરાયા
- પીક અપ ડાલાના ડ્રાઈવરે ટક્કર મારી થયો ફરાર
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર છકડા રીક્ષાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની દુર્ઘટનામાં એક મહિલાનું મો*ત થયું હતું.
6 લોકોને ઈજાઓ પહોંચી હતી
અકસ્માતમાં 6 લોકોને ઈજાઓ પહોંચી હતી. છકડો મજુરી કામ કરતા લોકોને લેવા માટે ઉભો હતો, પરંતુ પાછળથી આવી રહેલ પીક અપ ડાલાએ ટક્કર મારી હતી. અકસ્માતમાં 6 લોકોને ઇજાઓ પહોંચી હતી અને એકનું મો*ત નીપજ્યું હતું.
ઈજાગ્રસ્તનો રાજકોટ રીફર કર્યા
પીક અપ ડાલાના ડ્રાઈવરે ટક્કર મારી હતી, તો બીજી તરફ ટક્કર મારી નાસી છૂટ્યો હતો. આ ઉપરાંત તમામ ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ પીક અપ ડાલાનો ડ્રાઈવર થોડાક જ સમયમા ઝડપાયો હતો. દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.
અહેવાલ : રણજીતસિંહ ધાંધલ