Abtak Media Google News

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતમાં 21,000થી વધુ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 46,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગુજરાત વિધાનસભામાં સપ્ટેમ્બર 2020 સુધીના છેલ્લા ત્રણ વર્ષના માર્ગ અકસ્માતના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા વિધાનસભામાં બુધવારે જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે સપ્ટેમ્બર 2020 સુધી છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં માર્ગ અકસ્માતમાં 21,529 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 46,146 લોકો ઘાયલ થયા હતા

સુરત ગ્રામ્ય પોલીસના અધિકારક્ષેત્રમાં સૌથી વધારે 1,257 લોકોના મોત નીપજ્યા છે જ્યારે અમદાવાદ શહેરમાં 1,075 સાથે બીજા ક્રમે છે. વલસાડમાં 998, બનાસકાંઠામાં 971, વડોદરા ગ્રામ્યમાં 947, અમદાવાદ ગ્રામ્યમાં 923, ભરૂચ જિલ્લામાં 917 અને સુરત શહેરમાં 808 મોત નોંધાયા હતા.

ખેડા જિલ્લામાં સૌથી વધારે 2,349 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે સુરત શહેરમાં 2,175, ભરૂચમાં 1,801, ગાંધીનગરમાં 1,794, ગોધરામાં 1,726 અને વડોદરા ગ્રામ્યમાં 1,722 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ગૃહ મંત્રાલય સંભાળતા મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, તેમનું ડિપાર્ટમેન્ટ રાજ્યમાં અકસ્માતને અટકાવવા માટે વિવધ પગલા લઈ રહ્યું છે. જેમાં રોડ પર આવતા દબાણો દૂર કરવામાં આવ્યા છે, ટ્રેનિંગ અને જાગૃતિ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા છે, ગતિ મર્યાદા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરમાં ફરતી સ્કૂલ વાનનું નિયમિત ચેકિંગ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.