Abtak Media Google News

રાષ્ટ્રીય કક્ષાના વેબિનારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા આર.સી.ફળદુ-રમાબેન માવાણી

તાજેતરમાં કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રી નીતીનભાઈ ગડકરીએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, ૨૦૨૫ સુધીમા રોડ અકસ્માત અને તેનાથી થતી જાનહાનીમાં ૫૦% સુધીનો ઘટાડો આવશે. જે નીરધારીત સમય ૨૦૩૦કરતા ૫ વર્ષ વહેલુ છે. વેલીનારમાં માર્ગ સલામતીના નિષ્ણાંતો અને દેશભરમાંથી વિવિધ સંસ્થાઓએ ભાગ લીધેલ હતો. જેનો મુખ્ય મુદો મોટર વ્હીકલ સુધારા બીલ,૨૦૧૯ ના અસરકારક અમલીકરણનું હતો.

વધુમાં તેઓએ જણાવેલ હતું કે, માર્ગ સલામતીએ રાજકીય વિષય નથી, માર્ગ અકસ્માત અને જીવન બચાવવાએ આપણા દેશ માટે મોટો પડકાર છે. અને આપણે બધાએ સાથે મળી કામ કરવું જોઈએ.

ગ્લોબલ રોડ સેફટી (બી.આઈ.જી.આર.એસ.) માટે બ્લમબર્ગ પહેલના ડો. કેલી ઇનિંગ અને ગ્લોબલ રોડ સેફટી પાર્ટનરશીપના ડો. જુડિ ફિલટરએ સભાને સંબોધન કર્યું હતું. ડો. કેલી હેનિંગના જણાવ્યા મુજબ રોડ અકસ્માત મૃત્યુનું ૮ મું સૌથી મોટું કારણ છે અને ૫ થી ૨૯ વર્ષના ઉમરના લોકોની મૃત્યુનું મુખ્ય કારણ છે. ડો. જુડિ ફિલટએ જણાવ્યું કે, આપણે વૈશ્વિક વિકાસના મુદાઓને પ્રાધાન્ય આપવું જોઈએ. અને માર્ગ સલામતીએ ખુબજ મહત્વપુર્ણ મુદો છે.રાજયસભાના સાંસદ કે.ટી.એસ. તલીસી સહિત વિવિધ એમ.પી. જય પાંડા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રવકતા (ભાજપ) એ પણ આ અંગે ચર્ચા કરી હતી. માર્ગ સલામતી માટે નીતી સુધારવી અત્યંત આવશ્યકતા છે. જય પાંડાએ કહ્યું કે (એમ.યુ.એ.એ.) ૩૦ વર્ષ પછી આવ્યું અને અને માર્ગ સલામતીને પ્રાથમિકતા અપાવી છે. ઉપરોકત બાબતો પર સુધારવા આપણે સેન્ટ્રલ વાહનના નિયમોનું અનુસાશન કરવું પડશે.

વેબીનારના અંતિમ સત્રમાં રાજય પરિવહનના પ્રધાન આર.સી. ફળદુ (ગુજરાત રાજય), પરિવાહન મંત્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ (ગુજરાત રાજય), રમાબેન માવાણી (માજી સંસદ સદસ્યા,લોકસભા) અને યુનુસખાન (ચેરમેન, જી.ઓ.એમ.) રોડ સેફટી અને પરીવહન અને પર્વ પરીવહન મંત્રી, રાજસ્થાનએ માર્ગ સલામતીના મુદાઓ હલ કરવા વધારે હોદેદારની જરૂરીયાત પર ભાર મૂકયો અને તેમની યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરી.
વોલેન્ટરી ઓર્ગેનાઈઝેશ ઈન ઈન્ટરેસ્ટ ઓફ ક્ધઝયુમર (વોઈસ),ન્યુ દિલ્હીના સી.ઈ.ઓ. અસીમ સાન્યાલે કહયું કે, નવો મોટર અકસ્માત કાયદો પાસ થયાને એક વર્ષથી વધુ સમય થયો છે. અને આ સમયે બધા રાજય અને રાષ્ટ્રીય સરકારી હોદેદારોએ એક જૂથ થઈ કાયદાના અસરકારક અમલ અને અમલ થયાની ખાત્રી માટે અસરકારક વ્યુહરચના વિષયે ચર્ચા કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.