Abtak Media Google News

શ્વેતા શ્વતરોપનિષદમાં, ‘બ્રહ્મ’ના સંદર્ભમાં એક સવાલ કરવામાં આવ્યો છે કે, ‘જગતનું કારણ બ્રહ્મ છે’ તો આ બ્રહ્મ કોણ છે? શ્રુતિ એનો સરસ જવાબ આપે છે. એકો હી રૂદ સ…શિવ આનાથી સહેજે સાબિત થાય છેકે, સૃષ્ટિના સર્જનથી પૂર્વે જે વસ્તુ હતી અને જે જગતનું મૂળ કારર છષ તે બ્રહ્મ છે. અત: બ્રહ્મ એજ શિવ છે. એ સહેજે સમજાય એવું છે. આમ જગતની ઉત્પતિ, સ્થિતિ અને ભયના કારણ બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્રથી પણ શ્રેષ્ઠ ઈન્દ્રાદિ દેવતાઓનાં પણ દેવતા ગત પિતા, દેવાધિદેવ ભૂત-ભાવન ભગવાન ભોળાનાથ સદાશિવ છે. શિવ શબ્દ નિત્ય આનંદ દાયક, શાંતિપ્રદ છે. જેને સહુ ચાહે છે ને શિવ છે. સર્વે અખંડ આનંદ અને શાંતિને ચાહે છે. અત:શિવ અખંડ આનંદના અને શાંતિના દાતા છે.

સુમંગલમ્ તસ્ય ગ્રહે બિરાજતેશિવેતિ વર્ણભૂવિ યોહિભાષતે ।

અર્થાત: જે શિવ શબ્દો ઉચ્ચારણ કરે છે, એના ઘરમાં શિવ સદા મંગલ કરે છે. આથી શિવ મંગલદાતા પણ છે. દર્શન શાસ્ત્ર પણ બહુ સુંદર કથન કરે છે, ‘સત્યમ શિવમ્, સુંદરમ, અર્થાત ઈશ્વર સત્ય છે સત્ય જ શિવ છે. શિવ જ સુંદર છે.

આ સ્વયંમભુ સદાશિવ પોતાની ઈચ્છા શકિતથી સૃષ્ટિની રચના કરે છે. શિવની આ શકિત બે સ્વરૂપમાં કાર્ય કરે છે (1) મૂળ પ્રકૃતિ,, (2) દૈવી-પ્રકૃતિ ગીતામાં મૂળ: પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહી છે જેના વડે પંચ-મહાભૂત આદિ દ્રશ્ય પદાર્થોની ઉત્પતિ થઈ જયારે પર: પ્રકૃતિ દેવી-પ્રકૃતિ ચૈતન્ય શકિત છે. જે આ અપરા પ્રકૃતિને નામ-રૂપમાં પરિવર્તિત કરે છે. અપરા પ્રકૃતિને અવિદ્યા અને પરા પ્રકૃતિને વિદ્યા કહેવાય છે. આ પરા પ્રકૃતિને પુરૂષ પણ કહેવાય છે આ બંને પ્રકૃતિના પ્રેરક ભગવાન પશુપતિનાથ નશિવથ છે.

સગુણ અર્થાત માયાથી સંવલિત બ્રહ્મ જેની સંજ્ઞા છે. એવા શિવની ઈચ્છા અનુસાર ગુણોના ક્ષોભથી રજોગુણથી બ્રહ્મ સતો ગુણથી વિષ્ણુ અને તમો ગુણથી રૂદ્ર ઉત્પન્ન થયા. આ ત્રણ જગતના કારણ રૂપ ત્રિદેવ, શિવ દ્વારા: નિયુકત સર્જન, પાલન અને ભયના કર્તા બન્યા. આ ત્રણે દેવોમાં પરસ્પર કોઈ ભેદ નથી.

શિવપુરાણ અનુસાર શિવજીના જમણા અંગમાંથી બ્રહ્મા અને ડાબા અંગમાંથી વિષ્ણુ તથા હૃદયમાંથી રૂદ્ર પ્રગટ થયા અંત: આનાથી સાબિત થાય છે કે, ત્રિદેવમાં એક રૂદ છે. આ સહુના અલગ અલગ ગુણ કર્મને લઈ, 11 નામ આપવામાં આવ્યા છે. (આ એકાદશ રૂદ્રમાં હનુમાનજીનો પણ સમાવેશ થાય છે) યોગની ભાષામાં આ અગિયાર રૂદ્રને અલગ રીતે જોવામાં આવે છે. સ્થળ સંકોચના ભયને કારણે એનું વર્ણન નથી કરતો.

સદાશિવ દ્વારા જે ચૈતન્ય શકિત ઉત્પન્ન થઈ અને એના દ્વારા જે ચિન્મય આદિ પુરૂષ થયા તે જ યથાર્થ રૂપમાં શિવના લિંગ છે. કારણ કે એનાથી જ ચરાચર જગતની ઉત્પતિ થઈ, આજ સર્વના લિંગ અથવા કારણ છે અને આનાથી જ લય થશે. શિવપુરાણમાં કહ્યું છે કે, ‘સમસ્ત’ લિંગ પીઠ (આધાર) અથાત પ્રકૃતિ પાર્વતી અને લિંગને ચિન્મય પુરૂષ સમજવું જોઈએ, આ બંનેના સંયોગથી સૃષ્ટિનું સર્જન થયું. શિવપુરાણમાં ભગવાન શિવનું કથન છે, જે લિંગ (મહા ચૈતન્ય) ને સંસારનું મૂળ કારણ અને આ કારણ જગતને લિંગ-મય (ચૈતન્ય મય) સમજી શિવલિંગની પૂજા કરે છે. તે યથાર્થ રૂપમાં મારી પૂજા કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.