માન્યતા ધરાવતા સોનાના વેપારીઓ સોનું આયાત કરી શકશે: સરકાર

બુલિયન એક્સચેન્જ મારફતે જ  આયાત કરવાની છૂટ અપાઇ

અબતક, નવીદિલ્હી

સરકાર દેશને આર્થિક સ્થિરતા આપવા માટે અનેક પ્રકારે કાર્ય કરતું હોય છે એટલું જ નહીં દરેક ઉદ્યોગને અનુકૂળ સ્થિતિમાં તેઓ વ્યાપાર કરી શકે તે માટે હરહમેશ સરકાર દ્વારા વિશેષ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ત્યારે ફરી એક વખત સરકારે સોનાના વેપારીઓને સોનાની આયાત કરવાની છૂટ આપી છે. સાથોસાથ નિયંત્રણ લાદવામાં આવેલા છે જેમાં દરેક તો નાના વેપારીઓ નહીં પરંતુ જે વેપારીઓને માન્યતા મળી છે તે જ વેપારીઓ બુલિયન એકચેન્જમાં માધ્યમથી સોનાની આયાત કરી શકશે. અંગેનો બદલાવ ડીજીએફટી દ્વારા લેવામાં આવેલો છે જે ગોલ્ડ ઈમ્પોર્ટ પોલીસીને આધીન છે.

ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી દ્વારા જે તો નાના વેપારીઓને માન્યતા આપવામાં આવેલી હશે તેમના દ્વારા મૂલ્ય એક્સચેમજ મારફતે જ સોનાની આયાત કરી શકાશે જેમાં ઘડિત ન  થયેલું સોનાની આયાત કરવાની વાત કરવામાં આવેલી છે. જયારે ડીજીએફટીએ પાવડર, સિડ્સ, પ્લેટ્સ સહિત અન્ય ચીજ- વસ્તુઓમાં કોઈ જ બદલાવ નથી કર્યો. સાથોસાથ આ તમામ ચીજ વસ્તુઓ ની આયાત ઉપર પણ રોક મુકવામાં આવેલી છે. આ નિર્ણય બાદ માન્યતા ધરાવનાર સોનાના વેપારીઓ માટે જે અગવડતા ઉદભવી થતી હતી તે હવે નહીં થાય અને તેઓ તેમનો વ્યાપાર સુચારુ રૂપથી ચલાવી શકશે. હાલ સરકાર દ્વારા જે નિર્ણય માં બદલાવ કરવામાં આવી રહ્યો છે તેનાથી દરેક ઉદ્યોગોને તેની હકારાત્મક અસર પણ જોવા મળશે.ગુજરાતમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો સામે બજારની સ્થિતિ પણ ઉતાર ચઢાવ ભરી રહી હતી.