મોરબી સબજેલમાં દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલા આરોપીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

0
77

આશરે 15 દિ પૂર્વે  જેલ હવાલે થયેલા આરોપીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ 

મોરબી સબજેલમાં કાચા કામના કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે જેમાં આજે બપોરે બે વાગ્યાની આસપાસ મોરબી સબજેલમાં પોકસો એક્ટ હેઠળ આરોપમાં રહેલા જૈનુર ઉર્ફે અબુદીન હૈદર કટિયા ઉ.વ.28 નામના કેદીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેમાં આરોપી 10 થી 15 દિવસ પહેલા 376ના ગુન્હામાં જેલ હવાલે થયો હતો બનાવની જાણ થતાં જ જેલતંત્ર અને એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી અને મૃતકના મૃતદેહને પી એમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ બનાવ ની તપાસ હાલ મોરબી ડીવાયએસપી એ હાથ ધરી પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જો કે આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર પકડાયેલ આરોપી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં પણ આત્મહત્યા કરી લેવી છે તેવું રટણ કરતો હોવાનું જાણવા મળ્યું છે જેની નોંધ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી સાથે જ આરોપી દ્વારા કરવામાં આવતી હરકતોનું ધ્યાન પણ આરોપીને રજૂ કરતી વખતે પોલીસે કોર્ટનું ધ્યાન દોર્યું હતું જો કે હાલ તો આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી મુનાફખાન પઠાણે હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here