Abtak Media Google News

શહેરમાં માલવીયાનગર પોલીસ ઉપર હુમલો કરી માર મારવાના ગુનામાં ઝડપાયેલા દુકાનદારે યુ.પી.એસ.સી.ની તૈયારી માટે ટેમ્પરરી જમીન મેળવવા કરેલી જામીન અરજી કોર્ટે મંજુર કરતો હુકમ કર્યો છે.

શહેરના માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ વી.કે. ઝાલા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ સહીતના આજથી દોઢેક મહીના પહેલા આરોપીને પકડવા જતા રાજુ સંગામ મીર, લાલો મીર, નવધણ જોગરાણા, ક2શન જોગરાણા સહીતના વિસ્તારના 10 થી 15 માથાભારે શખ્સોએ રાજુ ઉર્ફે કુકીને નહી લઈ જવા માટે પી.એસ.આઈ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ સહીતનાને ઢીકાપાટુનો માર મારી ચાનો કોયો મા2ી તથા હોટેલમાંથી ખાલી સોડા બોટલોનો પોલીસ ઉપર હુમલો કરી પોલીસને ગંભીર ઈજા પહોંચાડી હતી પોલીસે આરોપી દુકાનદાર નયન ખીમજીભાઈ સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધ2પકડ કરી હતી.જે પૈકી આરોપી નયન કરંગીયાએ  યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી કરવા માટે સેશન્સ કોર્ટમાં ટેમ્પરરી જામીન મળવા અરજી કરી  હતી. જે અરજી ચાલવા પર આવતા આરોપીના એડવોકેટ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે આરોપીને હાલમાં યુ.પી.એસ.સી.ની પરીક્ષાની તૈયારી કરવાની છે જેલમાં રહે તો કારકીર્દી ઉ52 ગંભીર અસર પડે તેમ છે. પરીક્ષા આપવા અને તૈયા2ી ક2વા ટેમ્પરરી જામીન આપવા હુકમ ક2વા જણાવેલ અને આ કેસની ગુણવતાના આધારે કે મેરીટસના સાથે સીધો કોઈ સંબંધ નથી માત્ર માનવતા ખાતર જામીન મંજુર કરવા અપીલ કરવામાં આવી હતી.સેશન્સ જજ યુ.ટી દેસાઈએ રજૂ કરવામાં આવેલા આરોપીના તમામ ડોકયુમેન્ટ અને  જુદી જુદી કોર્ટોના જજમેન્ટ ધ્યાને લઈ આરોપીને રૂ.15 હજારના  ટેમ્પરરી જામીન પર મુક્ત કરવા આદેશ કર્યો હતો.

આ કેસમાં આરોપી નયનભાઈ  કરંગીયા તરફે અભય ભારદવાજ એન્ડ એસોસીએટસના એડવોકેટ અંશ ભારાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટ્ટ, કમલેશ ઉઘરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, ડો.તારક સાવંત, કાર્તીકેય મહેતા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.