અકસ્માતનો ખાર રાખી બે શખ્સોએ બે યુવક ઉપર તલવાર વડે હુમલો કરનાર એકના જામીન ફગાવાયા

અબતક,રાજકોટ

શહેરના મોરબી રોડ નવા જકાત નાકા પાસે વાલ્મીકિ સોસાયટીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં તલવાર વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા એક શખ્સની  જામીન અરજી અદાલતે નામંજુર કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના મોરબી રોડ પર નવા જકાતનાકા પાસે આવેલી વાલ્મિકી સોસાયટીમાં રહેતા જગદીશભાઇ સવજીભાઈ રીબડીયા એ પ્રતાપ સમીર પરમાર શહીદ શખ્સોએ તલવાર વડે હુમલો કર્યાની બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રતાપ પરમાર અને અનિલનાં બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેનો ખાર રાખી પ્રતાપ પરમારે પોતાના સાગરિત સાથે જગદીશભાઈ રીબડીયા ના મકાન એ ધસી જઇ જગદીશભાઈ અને અનિલ પર તલવાર વડે હુમલો કર્યો હતો પોલીસે પ્રતાપ પરમાર અને તેના સાગરીતની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કર્યો હતો. હાલ જેલમાં રહેલા પ્રતાપ પરમારે જામીન પર છુટવા અરજી કરી હતી જેમાં બન્ને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે એ.પી.પી બીનલબેન રવેશિયા દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમા આરોપીને જામીન આપવામાં આવશે તો  પુરાવાનો નાશ કરશે અને ગંભીર પ્રકારનો ગુનો છે .

સમાજમાં તેની અસર ખરાબ પડશે અને આવા ગંભીર પ્રકારના ગુનામા મહત્વનો રોલ હોવાથી  પેરીટીના ગ્રાઉન્ડ પર જામીનમુક્ત થવા જવાબદાર નથી તે દલીલ ધ્યાને લઇ અધિક સેશન્સ જજ એ .વી . હિરપરાએ  પ્રતાપ પરમાર ની જામીન અરજી ફગાવી દીધી છે.