Abtak Media Google News

અગાઉ જાન્યુઆરીમાં 4.73%એ રહેલો જથ્થાબંધ ભાવાંક ફેબ્રુઆરીમાં 2 વર્ષના તળિયે પહોંચી ગયો

કેન્દ્ર સરકારના પ્રયાસોને પગલે અર્થતંત્રના અચ્છે દિન ચાલી રહ્યા છે. જે સંદર્ભે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક ઘટીને 3.9 ટકાએ પહોંચ્યો છે. અગાઉ જાન્યુઆરીમાં 4.73 ટકાએ રહેલો જથ્થાબંધ ભાવાંક ફેબ્રુઆરીમાં 2 વર્ષના તળિયે પહોંચી ગયો હોવાનું જાહેર કરાયુ છે.

જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને 3.85 ટકા થઇ ગયો છે, જે બે વર્ષની નિમ્ન સપાટી છે.  મેન્યુફેરચરિંગ વસ્તુઓ, ઇંધણ અને વીજળીના ભાવ સસ્તા થવાને કારણે ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. સતત નવમા મહિને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે.

જાન્યુઆરી, 2023માં જથ્થાબંધ ફુગાવો 4.73 ટકા અને ગયા વર્ષે ફેબુ્રઆરીમાં 13.43 ટકા રહ્યો હતો.ફેબુ્રઆરી, 2023માં નોંધાયેલો 3.85 ટકાનો જથ્થાબંધ ફુગાવો જાન્યુઆરી, 2021 પછીનો સૌથી ઓછો છે. જાન્યુઆરી, 2021માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 3.85 ટકા હતો.

વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફેબુ્રઆરી, 2023માં ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, બિન ખાદ્ય વસ્તુઓ, ફૂડ પ્રોડક્ટસ, ખનીજ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક અને ઓપ્ટિક પ્રોડક્ટ, ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને મોટર વેહીકલ, ટ્રેલર અને સેમી ટ્રેલરના ભાવ ઘટવાને કારણે જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે.

જો કે ફ્રેબુઆરી, 2023માં મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ખાદ્ય વસ્તુઓનો ફુગાવો વધીને 3.81 ટકા થયો છે જે જાન્યુઆરીમાં 2.38 ટકા હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.