Abtak Media Google News

ફેમિલી તેમજ બિઝનેસ કલબ એક્રોલોન્સનું ખાતમૂહૂર્ત: હેલ્થબાર, સ્પોર્ટસ, જીમ, હોટેલ, બેબીકેર સહિતની લકઝુરીયસ સુવિધા એક છત નીચે

રાજકોટ:રાજકોટની નવી પેઢીને શિક્ષણ, સામાજીક અને સાંસ્કૃતિક ક્ષેત્રે નવુ પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદેશ્યથી તાજેતરમાં એક્રેલોન્સ કલબની સ્થાપના કરવામાં આવી છે. આ કલબના બિલ્ડીંગનો ખાતમૂહૂર્ત કાર્યક્રમ ગઈકાલે યોજાયો હતો.Vlcsnap 2019 03 11 10H27M36S115

શહેરનાં કાલાવડ રોડ પર બનનારા આ બિલ્ડીંગનું ખાતમૂહૂર્ત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી, કલબના ચેરમેન ડી.વી. મહેતા, સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે કલબના મેમ્બરો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટની શોભા અને વ્યવસાયને વધારશે એક્રોલોન્સ: કોઠારી સ્વામીVlcsnap 2019 03 11 10H25M16S247

બીએપીએસનાં કોઠારી સ્વામીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુ કે રાજકોટના આંગણે જયારે રાજકોટના પ્રતિષ્ઠીત બધા નાગરીકો, સજજનો, ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ, વગેરે મળીને એક સરસ કલબનું આયોજન કરી રહ્યા છે.

ત્યારે વિશેષ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર તરફથી પ.પૂ મહારાજના આશીર્વાદ આ પ્રોજેકટને પૂન:તય પ્રાપ્ત થાય અને વહેલામાં વહેલી તકે આ પ્રોજેકટ સંપૂર્ણ થાય અને આ પ્રોજેકટની અંદર તમામ થનાર મેમ્બર ને સારામાં સારી પ્રગતિ, તથા આ મેમ્બર્સ દ્વારા રાજકોટની શોભા અને તેમના વ્યવસાય દ્વારા અને તેમના માર્ગદર્શન દ્વારા વધે એ આજના દિવસમાં અમે સંતો ભૂમિપૂજન કરી પ્રાર્થના કરીએ છીએ.

રાજકોટના સ્માર્ટ લોકો માટે સ્માર્ટ સિટીની ઝલક: ડી.વી. મહેતાVlcsnap 2019 03 11 10H25M35S185

આ કલબ વિશે જાણકારી આપતા ચેરમેન ડી.વી. મહેતાએ અબતકને જણાવ્યું હતુ કે આ કલબમાં રાજકોટ સ્માર્ટ સીટીની ઝલક હશે, સ્માર્ટ લોકો માટેની સ્માર્ટ કલબ તૈયાર થશે, આ કલબ ઓર્ગેનિક હશે, આ કલબમાં રાજકોટના તમામ લોકોને સંપૂર્ણ સુવિધા મળે તે માટેનું આયોજન કરી રહ્યા છે. આ કલબ ફેમિલિ તથા બિઝનેસ કલબ છે, ત્યારે આ કલબમાં સ્પોર્ટસ અને ફિટનેસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે. અહીયા તમામ પ્રકારનાં સ્પોર્ટસનું આયોજન થશે. એન્ટરટેઈનમેન્ટનું પણ ધ્યાન રાખવામાં આવશે.Vlcsnap 2019 03 11 10H26M48S146

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.