Abtak Media Google News

બોલીવૂડની સાથે સાથે હવે ઢોલિવૂડના કલાકારો ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો કરી રહી છે. પ્રેક્ષકો ઢોલિવૂડ ફિલ્મોને વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે હાલ ઢોલીવુડ ફિલ્મ નિર્માતા કૃષ્ણદેવ યાજ્ઞિક તેમની બેક ટુ બેક ફિલ્મ રિલીઝને કારણે ચર્ચામાં છે. આજે જ યશ સોની અને જાનકી બોડીવાલા અને રૌનક કામદાર ફિલ્મ ‘નાડી દોષ’ રિલિઝ થઈ જેની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે, દિગ્દર્શકે યશ સોનીની તેની નવી ફિલ્મ ‘રાડો’નું વધુ એક સુંદર ટીઝર રિલીઝ કર્યું છે.

યશ સોનીએ ઢોલિવૂડમાં છેલ્લો દિવસ ફિલ્મથી એન્ટ્રી કરી હતી. ત્યારબાદ સાહેબ, ચાલને જીવી લઈએ, શું થયું વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે. ‘રાડો’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ આ ફિલ્મ એક્શનથી ભરપૂર લાગી રહી હતી જેમાં પ્રેક્ષકો ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મ પોલિટિકલ થ્રીલરથી ભરપૂર છે. અભિનેતા યશ સોની એક રફ એન્ડ ટફ અવતારમાં જોવા મળશે. કૃષ્ણદેવ યાજ્ઞિક પાસે આ વખતે તેમના ચાહકો માટે કંઈક અલગ

આ ઉપરાંત ‘રાડો’માં હિતુ કનોડિયા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નીલમ પંચાલ, દેવર્ષિ શાહ, પ્રાચી ઠાકર, ડેનિસા ઠુમરા, પ્રતિક રાઠોડ, રાજન ઠાકર, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ અને હિતેન કુમાર સહિત અન્ય કલાકારો છે. એક્શનથી થ્રિલર ભરપૂર ફિલ્મ ‘રાડો’ 22 જુલાઈ, 2022ના રોજ રિલીઝ થશે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.