એક્ટિવ પેનલને વકીલ મતદારોનો ઠેર-ઠેર આવકાર

અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા એક્ટિવ પેનલના ઉમેદવારોએ વકીલોની મુશ્કેલી અને સમસ્યાનો ઉકેલ લાવવાની આપી ખાતરી

કાકા અને 108ના હુલામણા નામથી જાણીતા બકુલ રાજાણીનો પેનલની જીતનો વિશ્વાસ

બાર એસોસીએશનની વર્ષ-ર0ર3 ની ચુંટણીનુ મતદાન   તા.16   ના રોજ થવા જઈ રહયું છે ત્યારે 108 ની છાપ ધરાવતા પ્રમુખ પદના દાવેદાર બકુલ રાજાણીની સમગ્ર ટીમે ઉમેદવારી નોંધાવી પડકાર ફેંકેલ છે.  સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ અધ્યતન બીલ્ડીંગનું લોકાપર્ણ   થવાનું છે   વકીલાત કરતા 3300 જેટલા વકીલોની બેઠક વ્યવસ્થા, કેન્ટીન, ટેબલ વ્યવસ્થા વિગેરે મહત્વની અને કાયમી સગવડતા વકીલોને મળી રહે અને તેમાં કોઈ કચાસ ન રહે તેવી એકટીવ પેનલના યુવા ઉમેદવારોએ બીડું ઝડપ્યાનું અબતક મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા એકટિવ પેનલના ઉમેદવારોએ જણાવ્યું હતું. તે બાબતે સમગ્ર વકીલ આલમે એકટીવ પેનલ 5ર વિશ્વાસ મુકેલો છે તે ઉપરાંત એકટીવ પેનલે તેમને ચુંટણી પ્રચારમાં પણ સીનીયરોની આમાન્યા જાળવી તેમની પેનલ વિજેતા બન્યા બાદ પણ સીનીયર વકીલો મારફત જ લોકાપર્ણ કરવાની જાહેરમાં નેમ લીધેલ છે.

જેથી સામી પેનલ તરફે ચુંટણી પ્રચારનો કોઈ મુદ્દો એકટીવ પેનલે   જણાવેલુ કે સીનીયર વકીલો તેમની ઉંમર તથા બીઝી શેડ્યુલના કારણે પ્રથમ સત્ર દરમ્યાન હાજર રહેતા હોય છે જયારે જુનીયર વકીલઓ સવારના 11 થી સાંજના 6 વાગ્યા સુધી સતત કોર્ટમાં હાજર રહેતા હોય છે તેથી એકટીવ પેનલના યુવા ઉમેદવારો વકીલોના પ્રશ્નોને વાચા આપવા ખભેખભો મીલાવી કોર્ટમાં જ ઉપલબ્ધ હોય છે.

તે ઉપરાંત બકુલભાઈ જેવા પ્રમુખ પદના ઉમેદવાર વકીલોનો પ્રશ્ન પોતાનો પ્રશ્ન હોય તેમ સમજી બાથ ભીડતા હોય છે તેથી વકીલોનું પ્રચંડ સમર્થન મળી રહયું છે તે ઉપરાંત એકટીવ પેનલમાં દરેક જ્ઞાતિના પ્રતિનિધિત્વને ધ્યાને રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવેલ છે તેથી તમામ જ્ઞાતિઓનો પ્રચંડ વિશ્વાસ પણ એકટીવ પેનલને પ્રાપ્ત થયેલો  પદડા પાછળ બકુલભાઈને નવી કોર્ટના લોકાપર્ણમાં જ રસ છે તે વાતનો છેદ ઉડાડી નાખેલ છે તેથી સામે પેનલ પાસે એકટીવ પેનલના ચુંટણી એજન્ડાનો કોઈ જ જવાબ ન હોય તેવું વકીલોમાં વ્યાપક રીતે ચર્ચાઈ રહયું છે.

બકુલભાઈ રાજાણીની એકટીવ પેનલ અનેક વખત રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં જંગી બહુમતીથી જીતેલ છે અને ચુંટણી એજન્ડામાં જે વાત મુકેલ હોય તે વાત પુર્ણ કરીને જ જંપે છે.  બકુલભાઈએ નવી કોર્ટનું ખાતમુરત પ્રમુખ તરીકે કરેલ છે અને તે જ રીતે ર0ર3 માં તેના લોકારપણ પણ બકુલભાઈના પ્રમુખ તરીકેના કાર્યકાળ તરીકે જ થશે તેવા ઉત્સાહ સાથે પ્રચંડ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યકત કરેલ છે.

કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે કોઈ વકીલ સીનીયર જુનીયર વકીલ હોતા નથી દરેક વકીલ એ માત્ર વકીલ જ હોય છે   દરેક વકીલ તેમની આવડત, બુદ્ધિચાતુર્ય, કાયદા પરની પકડ અને અર્થઘટનના આધારે કેસ લડતા હોય છે અને તેની હારજીત પણ આ જ પરિબળ પર આધારીત હોય છે તેથી હાલની ચુંટણીમાં સીનીયર પેનલ વિરૂધ્ધ જુનીયર પેનલનો મુદ્દો ચગાવી સામેની પેનલ એકટીવ પેનલને પછડાટ આપવા પ્રયત્ન કરી રહી છે પરંતુ   બુધ્ધિજીવી વકીલો આવી કોઈ સિંપથીમાં આવ્યા વગર એકટીવ પેનલની સાથે ખભે-ખભો મિલાવી દરેક વકીલોની ઓફીસે રૂબરૂ જઈ પ્રચાર કરી કોઈપણ પ્રકારની ગેર સમજમાં ન આવવા અને કોર્ટમાં વકીલોના પ્રશ્ને સતત હાજર રહેતી એકટીવ પેનલને જીતાડવા માટે અપીલ કરી રહી છે  વકીલોએ બકુૂલભાઈ  તથા તેમની પેનલના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી આપવા અપીલ કરી

પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણી 

લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને સક્રિય કામગીરી બજાવે છે. તેઓ વર્ષ-1999 થી વકીલાત ક્ષેત્રે કામગીરી કરી રહયા છે.  સીવીલ, ફોજદારી, ક્ધજયુમર, ફેમીલી  રેવન્યુ પ્રેકટીસ, કલેઈમ પ્રકટીસ કરી રહ્યા છે.કોરોનાકાળમાં અનેક વકીલોે તથા સામાન્ય માણસને પણ રાશનકીટ, માસ્ક, સેનેટાઈઝર, નાશ લેવાનું મશીન જેવી અતી જરૂરી ચીજવસ્તુઓ પુરી પાડેલ હતી. 108 ની જેમ હાજર રહી વકીલોને હંમેશા મદદ કરેલી છે.જેથી વકીલ જગતમાં સારી લોકચાહના ધરાવે છે. તેઓ મીલનસાર સ્વભાવ તથા વકિલોને નિસ્વાર્થ ભાવે મદદરૂપ થવાની ભાવના ધરાવતા હોવાને કારણે સીનીયર, જુનીયર વિકલમીત્રોમાં ભારે લોકચાહના ધરાવે છે. અને વકીલો તેઓને કાકા તથા 108 નામથી બોલાવે છે. તેઓએ એકટીવ પેનલમા પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવેલ છે.

મહિલા કારોબારીમાં લુણાગરીયા નીશાબેન

પટેલ સમાજની વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને સક્રિય કામગીરી બજાવે છે. તેઓ વર્ષ-ર010 થી વિકલાત ક્ષેત્રે કામગીરી કરી રહયા છે. હાલ     સીવીલ તથા રેવન્યુ પ્રેકટીસ કરી રહયા છે. સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે.  નાગરીક બેંક અને રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક  રાજકોટ મહાનગર પાલીકા , રૂડામાં  ૈઅને મંડળીમાં પેનલ એડવોકેટ તરીકે પોતાની સેવા આપી રહયા છે.  રેવન્યુ બાર એસોસીએશનમાં હાલ એવા આપી રહયા છે. તેઓ મીલનસાર  મળતાવડા સ્વભાવથી સારી લોકચાહના ધરાવે છે.

એક્ટિવ પેનલનું વિજય સંકલ્પ સંમેલન

એકટીવ પેનલ દ્વારા  વિજય સંકલ્પ સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે  તારીખ : 15-1ર-ર0રર ને ગુરુવારે સાંજે 7કલાકે  ઓપન એર થિયેટર, બાલભવન, રેસકોર્સ  રાજકોટ મુકામે રાખેલ હોય અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન સાથે લેશું  રાજકોટ બાર એસોસિએશનના સર્વે સભ્યોને હાજર રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં  આવી રહ્યું છે.

બ્રહ્મ અને આહીર સમાજના વકિલોનું એકિટવ પેનલને સમર્થન

શહેરની બાર એસોસીયેશનની પ્રતિષ્ઠા ભર્યા ચુંટણી જંગમાં કે સિનીયરો ટ/જ જુનીયરો   ચુંટણી મેદાને છે પેનલના તમામ ઉમેદવારોને પોતાની કામગીરી અને વિલોની સેવા કરવાની ઉતકૃષ્ટતાને કારણે વકીલોને  સમર્થન આપી રહ્યો છે.

બ્રહ્મસમાજના સીનીયર-જુનીયર વિક્લોની બેઠક રાખી હતી. જે બેઠકમાં ર00 કરતા પણ વધુ ભુદેવ વિલો ઉપસ્થિત રહી તમામ ઉમેદવારોને આર્શીવાદ આપેલ અને એક્ટિવ પેનલના તમામ ઉમેદવારોની વકિલો પ્રત્યેની સેવાઓને વખાણી હતી.  બ્રહ્મસમાજ દ્વારા એકિટવ પેનલના તમામ ઉમેદવારોને જ્ઞાતીવાદથી પર રહી સમર્થન આપવાની હાંકલ કરી હતી.

એકિટવ પેનલ વતી અંશ ભારદ્વાજે જણાવ્યું હતું કે, RBA પેનલ દ્વારા સમાજની અંદર વિભાજન ઉભુ કરી સમાજના સંગઠનને હાની પહોંચાડી તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

આહિર સમાજના વકિલોનું  સંમેલન મળી ગયું જેમાં આહિર સમાજના સીનીયર અને જુનીયર વકિલોએ  એકિટવ પેનલને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. મીટીંગમાં ખાસ ઉપસ્થિત સમાજના વરીષ્ઠ આગેવાન ઘનશ્યામભાઈ હેરભાએ જણાવ્યું હતું કે જયારે આપણા સમાજના એક દિકરા એવા વિમલભાઈ ડાંગરને એક્ટિવ પેનલમાંથી કારોબારી સભ્ય તરીકે ઉભા રાખેલા હોય અને એક્ટિવ પેનલ  તમામ જ્ઞાતીઓને આવરી લેવા પ્રયાસ કરવામાં આવ્યો છે.