Abtak Media Google News

કોરોના મહામારી પોતાનો વિસ્તાર વધારી રહી છે. સામાન્ય લોકોથી લઈ ફિલ્મી સિતારાઓ સુધીના બધા લોકોને તેનો શિકાર બનાવ્યો છે. હિન્દી ફિલ્મ જગતના ઘણાબધા અભિનેતા, અભિનેત્રીઓ કોરોના પોઝિટિવ થયા છે. આજે આવેલા રિપોર્ટ મુજબ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન કોરોના પોઝિટિવ આવ્યા છે.

આ માહિતી અભિનેતાએ ખુદ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટથી આપી હતી.

 


અલ્લુ અર્જુને ટ્વિટ કર્યું કે, ‘નમષ્કાર બધાને! મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી મેં મારી જાતને બધાથી અલગ કરી લીધી છે. મારી વિનંતી છે કે જેઓ મારા સંપર્કમાં આવ્યા છે, તેઓએ પોતાનો ટેસ્ટ કરવા વિનંતી. હું મારા બધા શુભેચ્છકો અને ચાહકોને વિનંતી કરું છું કે મારી સારવાર ચાલી રહી હોવાથી ચિંતા ન કરો. ઘરે રહો, સલામત રહો.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.