સરગમ કલબની  સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતા અભિનેતા ઝાકીરખાન

 

અબતક, રાજકોટ

અભિનેતા અને બેસ્ટ સ્ટેન્ડ અપ કોમેડિયનનો એવોર્ડ જીતનાર મૂળ ઈન્દોરના ઝાકિરખાનનો હેમુ ગઢવી હોલમાં શો યોજાયો હતો. આ પ્રસંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ તેમની સાથે મુલાકાત કરી હતી  આ મુલાકાત સમયે ગુણવંતભાઈએ તેમણે સરગમ કલબની સેવાકીય પ્રવૃતિ વિશે જાણકારી આપી હતી. ઝાકિરખાન આ બધી વિગત જાણીને ઘણા પ્રભાવિત થયા હતા અને બીજી વખત રાજકોટની મુલાકાતે આવશે ત્યારે તમામ પ્રવૃતિઓ રૂબરૂ નિહાળવાની અને એક આખો દિવસ સરગમ કલબને ફાળવવાની ખાતરી પણ આપી હતી.