મધરાતે મુંજારાની ફરિયાદ સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ હોસ્પિટલમાં દાખલ

અનેક ફિલ્મોના શૂટિંગના વ્યસ્ત શિડયુલ વચ્ચે થોડા મહિના પહેલા હૈદરાબાદમાં હૃદયના ધબકારા વધી જતા દવાખાને દાખલ થવું પડ્યું હતું

બોલીવુડ ની અભિનેત્રી અને હજારો પ્રેક્ષકોના દિલ પર રાજ કરનારી દીપિકા પાદુકોણ ને સોમવારે મધરાત્રે એકાએક છાતીમાં મુંજારાની ફરિયાદ સાથે દવાખાને દાખલ કરવામાં આવી હતી. જોકે તબીબોના ઓબ્ઝર્વેશન અને અનેક ટેસ્ટ બાદ દીપિકાને “આઉટ ઓફ ડેન્જર” જાહેર કરીને આરામની સલાહ આપી હતી. મુંબઈ નીવાસ સ્થાને મોડી રાત્રે એકાએક ગભરામણ અને મુંજારાની ફરિયાદ સાથેદીપિકા ને તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવી હતી, પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું કે દીપીકા પર અત્યારે તબિયતને લઈને યોગ સારા ન હોય.

તેમ થોડા મહિના પહેલા પણ હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન હૃદયના ધબકારા વધી જતા દવાખાને દાખલ કરવામાં આવી હતી. અત્યારે ગહેરાય, પ્રભાસ જેવી ફિલ્મોમાં અનન્ય પાંડે સિદ્ધાંત ચતુર્વેદી ધૈર્યા , નાગા ચૈતન્ય અભિતાભ બચ્ચન એવા સ્ટાર કાસ્ત સાથે દીપીકા નું શૂટિંગ ચાલી રહ્યું છે. સિદ્ધાર્થ આનંદના “પઠાણ”માં પણ શાહરુખ ખાન અને રિતિક રોશન સાથે કામ ચાલુ છે, પિકો માં અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ માં વ્યસ્ત દીપિકા પાદુકોણ ની તબિયતને લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ચાહક વર્ગમાં પણ ચિંતા ફેલાય છે.

સતત વ્યસ્ત જીવન શૈલીના કારણે દીપીકા પાદુકોણે અનેકવિધ ટેસ્ટ કરાવ્યા હતા પરંતુ હાલ જે વાત સામે આવી રહી છે તે એ છે કે તેની તબિયત ખૂબ જ સુધારા પર છે. હૃદયના ધબકારા વધતા ની સાથે જ દીપિકાને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી અને વિવિધ રિપોર્ટો પણ કરવામાં આવ્યા હતા. સાથોસાથ 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ પણ તેમને રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હોલીવુડમાં દીપિકા પાદુકોણ સર્વોચ્ચ શિખર સર કરી રહી છે અને વિવિધ ચાર કાસ્ટ સાથે તેઓ અનેકવિધ ફિલ્મો પણ લોકોને આપી રહી છે ત્યારે ભાગદોડ ભરી જીવનના કારણે તેના સ્વાસ્થ્ય ઉપર ઘણી અસર પણ ઓછી છે પરંતુ હાલ તેની સ્થિતિ સારી હોવાનું સામે આવ્યું છે.