Abtak Media Google News

ભારતના વિકાસને વેગવાન બનાવવા ઉર્જા, આંતરમાળખાકીય સુવિધા જેટલું જ પરિવહન માળખુ જરૂરી: એ.પી.મહેશ્ર્વરી

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની સંપૂર્ણ માલિકીની બુદૌન હરદોઇ રોડ પ્રા.લિ. (BHRPL),હરદોઇ ઉનાવ રોડ પ્રા.લિ. (HURPL) અને ઉનાવ પ્રયાગરાજ રોડ પ્રા.લિ.એ ઉત્તર પ્રદેશમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ અંતર્ગત ટોલ   આધારિત 6 લેઇનના   એક્સેસ-કંટ્રોલ્ડ ગ્રીનફિલ્ડ ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ    માટે ધિરાણ મેળવવા માટે ફાયનાન્સિઅલ ક્લોઝર પ્રાપ્ત કર્યું છે. આ પ્રોજેક્ટનો ક્ધસેસન સમયગાળો 30 વર્ષ છે.

મેરઠને પ્રયાગરાજ સાથે જોડનારો ટોલ (BHRPL)ના ધોરણે અમલમાં મૂકાયેલો ઉત્તર પ્રદેશનો ગંગા એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે.અદાણી એન્ટરપ્રાઇઝ લિ. આ રોડની 594 કિલોમીટર લંબાઈમાંથી બુદૌનથી પ્રયાગરાજ સુધીના 464 કિલોમીટરનું નિર્માણ કરશે, જેમાં એક્સપ્રેસવે પ્રોજેક્ટનો 80% હિસ્સો છે.અદાણી એન્ટરપ્રાઈઝ લિ.ના રોડ બિઝનેસના સીઈઓ  કે પી મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “ભારત તેના વિકાસ માટે આવશ્યક માર્ગોના આંતરમાળખાનું વિક્રમી ગતિએ નિર્માણ કરી રહ્યું છે ત્યારે  સમગ્ર દેશમાં અત્યંત જરૂરી રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાના કાર્યમાં સહભાગી થવાનો અમને આનંદ છે.”  ગંગા એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ (BHRPL,HURPL) માટે ર. 10,238 કરોડના સંપૂર્ણ દેવાની જરૂરિયાતને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ અન્ડરરાઈટ કરી છે. સ્ટેટબેંક ઓફ ઇન્ડીયા તરફથી પ્રાપ્ત આ સુવિધા સાથે અમે આપણા દેશ અને ઉત્તર પ્રદેશને વધુ એક સિમાચિન્હરુપ આંતરમાળખું પુુરું પાાડવા તરફ એક પગલું આગળ વધ્યા છીએ.

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અંગે: ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (AEL)એક ફ્લેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે.

અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસ જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં નોંધપાત્ર પ્રમાણમાં કામ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.