Abtak Media Google News

 

ડેટા ઇઝ કિંગ… હવે ડિજિટલ ડેટામા પ્રાણ પુરવા માટે અદાણી પાવર સજ્જ બન્યું છે. જેમાં અદાણીએ 10 વર્ષમાં 1,000 મેગાવોટના ડેટા સેન્ટર બનાવવાની યોજના હાથ ધરી છે.

અદાણી ગ્રુપની કંપની અડનીકનેક્શ આગામી 10 વર્ષમાં 1,000 મેગાવોટના ડેટા સેન્ટર બનાવવાની યોજના ધરાવે છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી જાહેર કરી છે. અદાણીકનેક્શના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડેટા સેન્ટર બિઝનેસના વડા સંજય ભુટાનીએ જણાવ્યું હતું કે કંપનીના પ્રથમ સાત ડેટા સેન્ટર મુંબઈ, ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, બેંગ્લોર અને પુણેમાં સ્થિત હશે.

ભુતાનીએ શનિવારે એક કાર્યક્રમમાં કહ્યું, અમે 1,000 મેગાવોટના ડેટા સેન્ટરો બનાવી રહ્યા છીએ.  હાલમાં ઉદ્યોગનું કદ 550 મેગાવોટ છે.  અમારી બિઝનેસ યોજના આગામી દાયકામાં 1,000 મેગાવોટના ડેટા સેન્ટર બનાવવાની છે. માર્કેટ રિસર્ચ ફર્મ એરિસ્ટોન અનુસાર, ભારતમાં ડેટા સેન્ટર માર્કેટ 2021માં 447 મેગાવોટ હતું.  જેનું મૂલ્ય 10.9 બિલિયન ડોલર થાય છે.  ભૂટાનીએ જણાવ્યું હતું કે પ્રથમ સાત ડેટા સેન્ટર 450 મેગાવોટની ક્ષમતાવાળા છ શહેરોમાં સ્થાપિત કરવામાં આવશે.  આ આગામી ત્રણ વર્ષમાં અસ્તિત્વમાં આવશે.  વધુમાં તેઓએ જણાવ્યું કે મુંબઇ અને ચેન્નાઇ મહત્વના સેન્ટરો છે. બન્ને વચ્ચે અન્ડરસી એટલે કે દરિયાની અંદરથી કેબલ નેટવર્ક પાથરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.