અદાણી ગ્રીન એનર્જીનો નફો વાર્ષિક ધોરણે 48 ટકા વધીને રૂ. 680 કરોડ થયો

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે તેના વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. જેમાં કંપનીએ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 48 ટકા વધીને રૂ. 680 કરોડ નફો થયો હોવાની જાહેરાત કરી છે.

સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની સંચાલન ક્ષમતા વાર્ષિક ધોરણે 65 ટકા વધીને 5,800 મેગાવોટ થઈ છે. વીજ પુરવઠામાંથી કંપનીની આવક વાર્ષિક ધોરણે 57 ટકા વધીને રૂ. 1,328 કરોડ થઈ છે. વીજ પુરવઠામાંથી ઇબીઆઈટીડીએ વાર્ષિક ધોરણે 60 ટકા વધીને 92 ટકાના સાતત્યપૂર્ણ ઇબીઆઈટીડીએ માર્જિન સાથે રૂ. 1,265 કરોડ થયો છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઉચ્ચ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ સીયુએફ અને ખર્ચ કાર્યક્ષમતા દ્વારા સમર્થિત સાતત્યપૂર્ણ ઇબીઆઈટીડીએ માર્જિન એનર્જી નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર દ્વારા રીઅલ-ટાઇમ સેન્ટ્રલાઇઝ્ડ મોનિટરિંગ દ્વારા લાવવામાં આવે છે.”

પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર :  કંપનીની સંચાલન ક્ષમતા વાર્ષિક ધોરણે 65 ટકા વધીને 5,800

નવીનતમ તકનીકીઓ અને એનાલિટિક્સ- સંચાલિત ઓ એન્ડ એમની મદદથી એજીઇએલની સૌર અને પવન પોર્ટફોલિયો કામગીરીમાં સતત સુધારો થઈ રહ્યો છે. અમને અમારી ટીમો પર વધુ ગર્વ છે જેણે જેસલમેરમાં 390 મેગાવોટની ભારતની સૌર-પવન હાઇબ્રિડ ક્ષમતાનું કાર્ય પૂર્ણ કર્યું છે.   અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના એમડી અને સીઇઓ વિનીત એસ જૈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે ગ્રીડ સાથે લવચીક સંકલન સાથે ઉચ્ચ અને ખર્ચ અસરકારક આરઇ પાવર જનરેશનને સક્ષમ કરવા માટે નવીનતમ તકનીકોનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.

“તે જ સમયે, અમે અમારા ઇએસજી પ્રયાસોને વધારવાનો પ્રયત્ન કરીએ છીએ જેની સાથે  ભવિષ્યને પ્રકાશિત કરવાની અમારી પ્રતિબદ્ધતા વધુ મજબૂત બને છે. અમે ગવર્નન્સના ધોરણોને મજબૂત કરવા તરફની અમારી સફર ચાલુ રાખીશું.

અદાણીનો 5-G સ્પેશમાં પ્રવેશ: આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે મજબૂત

નવા હસ્તગત કરાયેલા આ 5જી સ્પેકટ્રમથી એક એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં મદદ મળવાની અપેક્ષા સાથે અદાણી સમૂહના પોતાના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રકચર, પ્રાથમિક ઉદ્યોગ અને બિઝનેસનું ટુ કસ્ટમર બિઝનેસ પોર્ટફોલિયોના ડિજિટાઈઝેશનની ગતિ અને પહોંચને વેગ આપશે. ડિજિટલ સક્ષમતાના પ્રવેગથી મિલ્કતો પરના વળતરના દરમાં ભૌતિક લાંબા ગાળાનો સુધારો થશે. 40 મેગાહર્ટ્ઝ સ્પેકટ્રમની પ્રાપ્તિ એ તેના ડિજિટલ ઈન્ફાસ્ટ્રકચર પોર્ટફોલિયોને એકીકૃત કરવા તરફનું અદાણી સમૂહનું પ્રથમ પગલું છે, જેમાં ડેટા સેન્ટર્સ, ટેરેસ્ટ્રીયલ ફાઈબર અને સબમરીન કેબલ્સ, ઈન્ડસ્ટ્રીયલ ક્લાઉડ, એઆઇ ઈનોવેશન લેબ્સ, સાયબર સિક્યોરિટી અને સુપર એપ્સનો સમાવેશ થાય છે.

મેગાવોટ થઈ :વીજ પુરવઠામાંથી કંપનીની આવક વાર્ષિક ધોરણે 57 ટકા વધીને રૂ. 1,328 કરોડ થઈ

ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 5જી આપણા દેશની કનેકિટવિટીની જરૂરિયાતોને અભૂતપૂર્વ રીતે હલ કરે છે અને ભવિષ્યમાં જરૂરી આઇટી ઈન્ફાસ્ટ્રકચર તૈયાર કરવા અમોને મદદરૂપ થવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. ઔધોગિક 5જી સ્પેસમાં અદાણી ગ્રૂપનો પ્રવેશ પોર્ટફોલિયો કંપનીઓને નવી એડ ઓન સેવાઓનો સેટ ઓફર કરવાની મોકળાશ આપશે અમે જે નિર્માણ કરી રહ્યા છીએ તે અન્ય તમામ ડિજિટલ સેગમેન્ટ્સનું મૂડીકરણ કરે છે. જ્યારે અમારો પોર્ટફોલિયો અતિ વિતરિત એસેટ ઇન્ટેન્સિવ ઇન્વેસ્ટમેન્ટ હોવાથી તમામ સેન્સરાઇઝેશન મારફત અને ઝડપથી આઇઓટી સક્ષમ બનવા ક્રાંતિ કરી રહ્યો છે, અમે માનીએ છીએ કે તમામ ઉપકરણો એકબીજા સાથે જોડાયેલા હોવાથી ડેટામાં હવે પછીનો ઉછાળો લોકો કરતાં મશીનો દ્વારા વધુ આવશે. આ ડેટાને વાસ્તવિક સમયમાં અન્ય મશીનો દ્વારા પ્રવાહિત, સંગ્રહિત, પ્રક્રિયા અને વિશ્લેષણ કરવાની જરૂર પડશે અને આ ક્ષમતા પ્રત્યેક ઉધોગની સિકલ બદલી નાખશે. એટલું જ નહીં પરંતુ જે બજારની કલ્પના બહાર છે તેવી સેવાઓનો સમૂહ બનાવવામાં મદદ કરશે. આ વોલ્યુમ ત્વરિત રીતે ઉંચું હશે અને ખાસ કરીને ભારત જેવા દેશમાં જ્યાં ટાયર 2 અને 3 શહેરો સૌથી ઝડપી સર્વાગી વૃદ્ધિ કરી રહ્યા છે તેની ધારોધાર પેદા થશે, એમ અદાણીએ કહ્યું હતું.