Abtak Media Google News

રાજસ્થાનના જેસલમેરમાં 450 મેગાવોટનો પવન સૂર્ય ઉર્જા પાવર પ્લાન્ટનો કર્યો પ્રારંભ

એક જ સ્થળેથી પવન સૂર્ય ઉજા રૂપે 1.4 ગીગા વોટનું ઉત્પાદન કરી કંપનીની કુલ ક્ષમતા  7.17 ગીગા વોટ

ભારતને આર્થીક મહાસતા બનાવવા ઉર્જાના સ્વાવલંબનની આવશ્યકતા પર ભાર મૂકી  અદાણી ગ્રીન સૂર્ય પવન ઉર્જા ઉત્પાદનમાં દુનીયાની સૌથી મોટી કંપનીનું શ્રેય પ્રાપ્ત કરનારી બની છે.અદાણી સમૂહના રિન્યુએબલ્સ એનર્જી વ્યવસાયની એક ભાગ અદાણી ગ્રીન એનર્જી લિ.એ તેનો ત્રીજો વિન્ડ-સોલાર હાઇબ્રીડ પ્લાન્ટ રાજસ્થાનના જેસલમેરમાં કાર્યાન્વિત કર્યો છે.

આ નવા શરુ કરાયેલા હાઇબ્રીડ પ્લાન્ટ મળીને સંયુક્ત ક્ષમતા 450 મેગાવોટ છે. આ પ્લાન્ટ જઊઈઈં સાથે કિલોવોટના રુ.2.67ના દરથી 25 વર્ષનો વીજ ખરીદ કરાર ધરાવે છે. 420 મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ અને 105 મેગાવોટનો વિન્ડ પ્લાન્ટ મળીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અમલમાં મૂકવામાં આવ્યો છે.આ હાઇબ્રીડ પ્લાન્ટ સાથે હવે અદાણી ગ્રીન એનર્જીની કાર્યરત હાઇબ્રીડ પાવર ઉત્પાદન ક્ષમતા 1440 મેગાવોટ સાથે સૌથી વિરાટ થઇ છે.

અગાઉ મે, 2022માં અદાણી ગ્રીન એનર્જી લિ.એ 390 મેગાવોટનો  ભારતનો સૌ પ્રથમ હાઇબ્રીડ પાવર પ્લાન્ટ કાર્યરત કર્યો હતો. વિશ્વનો સૌથી મોટો 660 મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ  એક જ સ્થાને સપ્ટેમ્બર 2022માં કરવામાં આવ્યો હતો. આ બન્ને હાઇબ્રીડ એનર્જી ઉત્પાદન મિલ્કતો રાજસ્થાનના જેસલમેરમાં આવેલી છે.450 મેગાવોટના આ પ્લાન્ટના સફળતાપૂર્વક કાર્યાન્વયન સાથે અદાણી ગ્રીન એનર્જી લિ.ની કુલ કાર્યાન્વિત ઉત્પાદન ક્ષમતા હવે કુલ 7.17 ગીગાવોટે પહોંચી છે. પરિણામે અદાણી ગ્રીન એનર્જી લિ. વિશ્વની સૌથી  વિરાટ વિન્ડ-સોલાર હાઇબ્રીડ પાવર ફાર્મ વિકાસકાર બની છે.

નવો કાર્યાન્વિત કરાયેલ 450 મેગાવોટનો હાઇબ્રીડ પાવર પ્લાન્ટ અદાણી એનર્જી લિ.ની પેટા કંપની અદાણી સોલાર એનર્જી જેસલમેર વન પ્રા.લિ.હસ્તક છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.