Abtak Media Google News

ગુજરાત કી હવામેં વ્યાપાર હૈ…

હાઇડ્રોજન એનર્જી પ્લાન્ટ વિકસાવ્યા બાદ તેનો ઉપયોગ હવે સ્ટીલ પ્લાન્ટમાં કરશે અદાણી

 

અબતક, અમદાવાદ

અદાણી ગ્રૂપે ગુજરાતમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા માટે દક્ષિણ કોરિયાની કંપની પોસ્કો સાથે 5 અબજ ડોલરનો પ્રારંભિક કરાર કર્યો છે. બંને કંપનીઓએ આ માટે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એક બિન-બંધનકારી કરાર છે અને જો તે સાકાર થશે તો તે અદાણી જૂથ માટે સ્ટીલ ક્ષેત્રમાં પ્રવેશવાનો માર્ગ મોકળો કરશે.

આ કરાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સ 2022નો એક ભાગ છે. આ કોન્ફરન્સ 10-12  જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં યોજાવાની હતી પરંતુ કોવિડ-19ના કેસોના પુનરુત્થાનને કારણે તેને મોકૂફ રાખવામાં આવી છે.

કરાર પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર બંને પક્ષ  ગ્રીન ઇકો-ફ્રેન્ડલી ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપવા સહિત વ્યવસાયિક સહયોગ માટેની તકો શોધવા સંમત થયા હતા. તેમાં 5 અબજ ડોલર સુધીનું રોકાણ થવાની આશા છે. જમીન અધિગ્રહણના વિરોધમાં થોડા વર્ષો પહેલા પોસ્કોએ ઓડિશામાં 12 અબજ ડોલરનો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની તેની યોજનામાંથી પીછેહઠ કરવી પડી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અદાણી જૂથ અને પોસ્કો વચ્ચેના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાજ્યના ઉદ્યોગ વિભાગ અને અદાણી ગ્રુપ અને પોસ્કો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

નિવેદનમાં એ જણાવાયું નથી કે બંને કંપનીઓ પોતપોતાના સ્તરે કેટલું રોકાણ કરશે. ભાગીદારીની વિગતો પણ આપવામાં આવી નથી. મુન્દ્રા ખાતેનો પ્રસ્તાવિત પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં તૈયાર થવાની ધારણા છે. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 50 લાખ ટન હશે. નોંધપાત્ર રીતે તેમાં ગ્રીન એનર્જીનો પણ ઉપયોગ કરવામાં આવશે એમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. આનાથી ગ્રીન બિઝનેસમાં પણ ભારતની સ્થિતિ મજબૂત થશે, પોસ્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જિયોંગ-વુ ચોઈએ અદાણી સાથેના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. કંપનીઓ સ્ટીલ અને ઇકો-ફ્રેન્ડલી બિઝનેસમાં સહયોગી રીતે કામ કરી શકશે. ‘પોસ્કો દક્ષિણમાં કોરિયાનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક અને રાસાયણિક, ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં પણ સામેલ છે.

પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં તૈયાર થવાની ધારણા ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 50 લાખ ટન !!

મુન્દ્રા ખાતેનો પ્રસ્તાવિત પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં તૈયાર થવાની ધારણા છે. તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 50 લાખ ટન હશે. નોંધપાત્ર રીતે તેમાં ગ્રીન એનર્જીનો પણ ઉપયોગ કરવામાં આવશે એમ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું. આનાથી ગ્રીન બિઝનેસમાં પણ ભારતની સ્થિતિ મજબૂત થશે, પોસ્કોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર જિયોંગ-વુ ચોઈએ અદાણી સાથેના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું. કંપનીઓ સ્ટીલ અને ઇકો-ફ્રેન્ડલી બિઝનેસમાં સહયોગી રીતે કામ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.