Abtak Media Google News

 બંને સિમેન્ટ કંપનીઓને ખરીદ્યા બાદ અદાણી દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બન્યા 

દરેક ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાન મોદીના સ્વપ્નને ભારતના ઉદ્યોગકારો સાકાર કરી રહ્યા હોય તેવું ચિત્ર હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે. આ ગૌતમ અદાણી દ્વારા સિમેન્ટની બે મોટી કંપનીઓને ખરીદી છે અને તેઓ દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક તરીકે ખ્યાતિ પણ પ્રાપ્ત કરી છે.
હોલસીમની અંબુજા ને ખરીદ્યા બાદ ગૌતમ અદાણી સિમેન્ટ ઉદ્યોગમાં ડંકો વગાડશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે. પ્રાપ્ત માહિતી મુજબ ગૌતમ અદાણી દ્વારા જે 2 સિમેન્ટ કંપની ખરીદી કરવામાં આવી છે તે સોદો 81 હજાર કરોડ રૂપિયામાં થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ગૌતમ અદાણી દ્વારા કરવામાં આવેલા આ સોદાથી હવે ભારત પ્રતિ વર્ષ 66 મિલિયન ટન સિમેન્ટનું ઉત્પાદન કરશે. જે ભારત દેશ માટે સૌથી મોટું કાર્ય કહી શકાય.
હોલસીમ અંબુજા સિમેન્ટ માં ૬૧.૧૪ ટકા હિસ્સો ધરાવતી હોવાથી નિયમ અનુસાર અદાણી જૂથે ઓપન ઓફર થકી અન્ય શેર હોલ્ડર પાસેથી ૨૦ ટકા શેર ખરીદવા પડશે. અદાણી જૂથે કરેલા આ સોદા થકી ભારતીય ઇન્ફ્રા ક્ષેત્રનો આ ઇતિહાસની સૌથી મોટો સોદો છે. અદાણી જૂથે વર્ષ ૨૦૨૧ અદાણી સિમેન્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી. અદાણી જૂથ ગેસ, પોર્ટ, પાવર, એરપોર્ટ, વીજ વિતરણ સહિત રોડ બાંધકામ ક્ષેત્રે પણ કાર્યરત છે.
અદાણી દ્વારા કરવામાં આવેલા કરારો દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પણ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે સાથોસાથ તેમની સાથે જોડાયેલા અન્ય કંપનીના પ્રમોટરો પણ આ નિર્ણયથી ખૂબ જ રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. અદાણી પાસે પોર્ટ સહિતની વિવિધ વિકાસ લક્ષી ચીજવસ્તુઓ હોવાથી તેના દ્વારા કરવામાં આવેલા સિમેન્ટ ઉદ્યોગમાં કરો ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને કંપનીની ઉન્નતિની સાથોસાથ દેશની ઉન્નતિ માં પણ તેઓ મહત્વપૂર્ણ ભાગ ભજવે તો નવાઈ નહીં. હાલ ભારતના દરેક ઉદ્યોગકારો આત્મનિર્ભર કેવી રીતે બની શકાય તે દિશામાં સતત કાર્યશીલ થઈ રહ્યા છે જેનું ઉદાહરણ છેલ્લા અનેક દિવસોમાં સામે આવ્યું છે જેમાં અદાણી દ્વારા સિમેન્ટ ફેક્ટરી માં રોકાણ રિલાયન્સ દ્વારા દરેક બ્રાન્ડની ખરીદી ઇત્યાદિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.