અદાણી પાવરે બીજા કવાર્ટરમાં બમણો નફો કર્યો

ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 51 ટકા વધી 8 હજાર કરોડને પાર પહોંચી

ઉર્જા ક્ષેત્રે અદાણી દિન પ્રતિદિન સફળતાના શિખરો સર કરી રહ્યું છે ત્યારે જે માહિતી સામે આવી તેમાં અદાણી પાવરનો બીજા ક્વાર્ટરનો નેટ નફો 201 ટકા વધારી 696 કરોડ પહોંચ્યો છે. એટલું જ નહીં કંપનીની કુલ આવક જે તે ક્વાટરમાં 51% થી વધી 8400 કરોડને પાર પહોંચી છે જેની પાછળનું મુખ્ય કારણ જે ભાવ વધારામાં નિયંત્રણ લાવવામાં આવ્યો તે છે જે કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.

અદાણી પાવર લિમિટેડ ની સાતો સાત તેની સલગ્ન કંપનીઓએ એવરેજ પ્લાન્ટ લોડ ફેક્ટર એટલે કે પી એલ એફ 39% સુધી પહોંચ્યું છે અને તેનું વેચાણનું વોલ્યુમ 1100 કરોડ યુનિટેડ પહોંચ્યું છે જે ગત વર્ષના બીજા ક્વાર્ટર માં 1240 યુનિટ હતું જેનો મતલબ એ છે કે વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે યુનિટના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલજે ઘટાડો નોંધાયો તેની પાછળનું બીજું કારણ એ પણ છે કે આ હતી કોલસાના ભાવ જે સતત વધી રહ્યા છે તેના કારણે ભાવને નિયંત્રણમાં રાખી શકવામાં ઘણી અગવડતા નો સામનો કંપનીએ કરવો પડ્યો છે અને મુદ્રા અને ઉડપી પોર્ટ ઉપર જે અનામત જથ્થો મળવાનું બંધ થઈ જતા તેની અસર વેચાણ અને ઉત્પાદન ઉપર પણ જોવા મળી છે.

ઊર્જાની માંગમાં ઉતરોતર વધારો જોવા મળે છે પરંતુ વેચાણ અને અન્ય પ્લાન્ટમાં જે રીતે પ્રશ્નો અને કોલસાની અછત ઊભી થઈ રહી છે તેના કારણે ઘણા ખરા પ્રશ્નો ઉર્જા ક્ષેત્રે ઊભા થયા છે અને પરિણામે યોગ્ય ઉત્પાદન ન હોવાના કારણે યોગ્ય વેચાણ પણ થઈ શકતું નથી અને નેટ નફામાં તો વધારો નોંધાયો છે પરંતુ જે વેચાણ વધુ જોઈએ તેમાં ગત વર્ષની સરખામણીમાં ઘટાડો આવ્યો છે. પાણી ગ્રુપ હાલ લાંબા ગાળાના વિકાસ માટે કાર્ય કરી રહ્યું છે. અને તેનો મુખ્ય હેતુ કુદરતી ગેસ અને સૌર ઊર્જા પરનું છે. વૈશ્વિક ફલક ઉપર કોલસાને લઈ સમગ્ર વિશ્વની હાલત ખૂબ જ પતલી થઈ ગઈ છે પરંતુ ભારત પાસે કુદરતી સંપત્તિનો પૂરતો જથ્થો હોવાના કારણે હાલ તેની વધુ અસર જોવા મળતી નથી.