Abtak Media Google News

રાજકોટમાં બે દિવસીય કબડ્ડી-ખોખો સ્પર્ધામા 48 ટીમો વચ્ચે ધમાસણનું દ્વંદ યુધ્ધ

અદાણી સ્પોર્ટ્સલાઈન, અદાણી ગ્રુપની સ્પોર્ટ્સ શાખા છે,એમણેગુજરાતમાં લિટલ જાયન્ટ્સ ઈન્ટરસ્કૂલ કબડ્ડી અને ખો-ખો ચેમ્પિયનશિપનું આયોજન રેડિયો મિર્ચી સાથે મળીને સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં કર્યું છે. આજે રાજકોટ ખાતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં રાજકોટ શહેરની વિવિધ શાળાઓમાથી કબડ્ડીની 32 ટીમ અને ખો ખોની 16 ટીમએ ભાગ લીધો હતો.

1E6A9144

રાજકોટ ખાતે ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય ડો.વિવેક સિંહાએ સંસ્થાના યજમાનપદે યોજાઇ રહેલી સ્પર્ધા માટે રાજીપો વ્યક્ત કર્યો હતો અને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવીને જણાવ્યુ હતું કે કબડ્ડી અને ખો-ખો જેવી રમતને પ્રોત્સાહન મળશે અને વિદ્યાર્થીઓ આ રમત પ્રત્યે પણ આકર્ષણ જાગશે.અમે જોઈ રહ્યા છે કે આ બંને પરંપરાગત રમતમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.

રમતના સમય ઘટ્યો છે અને રબર મેટ ઉપર રમતી થઈ ગઈ છે. લિટલ જાયન્ટ્સ ટુર્નામેન્ટ એ શાળાના બાળકોનું ધ્યાન કબડ્ડી અને ખો-ખો જેવી રમતો તરફ દોરવાનો પ્રયાસ છે જેથી તેઓને આવી રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. રાજકોટની 32 શાળાએ કબડ્ડી અને 16 શાળાએ ખો-ખોમાં ભાગ લીધો હતો. મૂળ ભારતીય એવી કબડ્ડી અને ખો-ખો રમત રમશે.

સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ ખાતે યોજાઇ રહેલી આ ટુર્નામેન્ટમાં 224 થી વધુ શાળાના 3000થી વધુ વિદ્યાર્થી ખેલાડી તરીકે ભાગ લે તેવી અપેક્ષા છે. લિટલ જાયન્ટ્સલીગમાં બે દિવસ શનિવાર  અને રવિવાર દરમિયાન બે ટીમ કબડ્ડીની અને એક ટીમ ખો ખોની જે વિજેતા થશે તે અંતિમ સ્પર્ધામાં અમદાવાદ ખાતે ભાગ લેશે. મૂળ ભારતીય એવી કબડ્ડી અને ખો-ખો રમતની લીગમાં અદાણી સ્પોર્ટ્સલાઇનની ટીમ ગુજરાત જાયન્ટ્સના નામે રમે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.