Abtak Media Google News

અદાણી ગ્રુપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડ  એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો ખરીદશેc

ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી હવે ટીવી મીડિયાના બિઝનેસમાં આવવાની તૈયારી કરી રહ્યા છે. અદાણી ગ્રુપ પાવર વધારવા માટે એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો ખરીદવા જઈ રહ્યું છે.  આ સિવાય અદાણી ગ્રુપની કંપની 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર લઈને આવશે.  અદાણી ગ્રુપની મીડિયા કંપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડ એનડિટીવીમાં પરોક્ષ રીતે 29.18 ટકા હિસ્સો ખરીદશે.

એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, વિશ્વપ્રધાન કોમર્શિયલ લિમિટેડ દ્વારા સંપાદન કરવામાં આવશે. એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડ અદાણી એન્ટરપ્રાઇઝની માલિકીની છે.  વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ એનડીટીવીની પ્રમોટર ગ્રૂપ કંપની આરઆરપીઆર હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડના 99.5% ઇક્વિટી શેર હસ્તગત કરશે. અદાણી ગ્રૂપે એક નિવેદનમાં કહ્યું-  તેમની કંપની એએમજી મીડિયા નેટવર્ક લિમિટેડ નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડ એટલે કે એનડીટીવીમાં 29.18 ટકા હિસ્સો હસ્તગત કરશે.  મીડિયા હાઉસમાં વધુ 26 ટકા હિસ્સા માટે ઓપન ઓફર શરૂ કરશે.  અદાણી ગ્રુપે એનડીટીવીમાં રૂ. 294 પ્રતિ શેરના ભાવે 26 ટકા હિસ્સા માટે રૂ. 493 કરોડની ઓપન ઓફર કરી છે.  એએમજી મીડિયા નેટવર્કના સીઇઓ અને વરિષ્ઠ પત્રકાર સંજય પુગલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે – એનડીટીવીનું અધિગ્રહણ મીડિયા ઉદ્યોગના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે. વીસીપીએ એએમજી મીડિયા નેટવર્ક્સ લિમિટેડ અને અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ સાથે મળીને જાહેર શેરધારક પાસેથી એનડીટીવીના 1,67,62,530 પેઇડ અપ ઇક્વિટી શેરના સંપાદન માટે રૂ. 294 ની ઓફર કરી છે.  તેની કિંમત 4 રૂપિયા છે.  છેલ્લા નાણાકીય વર્ષમાં, એનડીટીવીએ રૂ. 123 કરોડના ઇબીઆઈટીડીએ સાથે રૂ. 421 કરોડની આવક અને નાણાકીય વર્ષ 2022 માં રૂ. 85 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

 

એનડિટીવીનું મેનેજમેન્ટ ડીલથી અજાણ હોવાનો દાવો!!

એનડીટીવીમાં 29.18% હિસ્સો ખરીદવાના અદાણી ગ્રૂપના નિર્ણય પર, ચેનલના સીઇઓ સુપર્ણા સિંઘે કહ્યું કે આ સોદાનો નિર્ણય પ્રણોય અને રાધિકા રોયની સંમતિ વિના થયો છે.  તેમણે દાવો કર્યો હતો કે રોય દંપતી 32% હિસ્સા સાથે એનડીટીવીમાં સૌથી મોટા શેરધારકો તરીકે ચાલુ રહેશે.  તેણે તો એમ પણ કહ્યું કે પ્રણય રોય અને રાધિકા રોયને આ ડીલની જાણ નથી.  કર્મચારીઓને મોકલવામાં આવેલા આંતરિક સંદેશમાં, સીઇઓએ વધુ નિયમનકારી અને કાયદાકીય પગલાં લેવાની પણ વાત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.