Abtak Media Google News

આજથી સી.એન.જી.નો ભાવ રૂ. 70.09

અદાણીએ ગુજરાતવાસીઓને જાણે નવા વર્ષની ભેટ આપી હોય તેમ આજથી સી.એન.જી.ની કિંમતમાં  બે રૂપિયા અને પ0 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જો કે ગુજરાત ગેસ દ્વારા સીએનજીની કિંમતોમાં કોઇ વધારો કરવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે નવા વર્ષના આરંભ સાથે જ અદાણી ગેસ દ્વારા વાહન ચાલકોને ભાવ વધારાનો ડામ આપવામાં આવ્યો છે. સીએનજીના પ્રતિ કિલોના ભાવમાં અઢી રૂપિયાનો વધારો કરવામાં

આવ્યો છે. અત્યાર સુધી અદાણી ગેસના સીએનજીનો એક કિલોનો ભાવ 67.59 રૂપિયા હતો જેમાં હવે સિઘ્ધો જ કિલોએ 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજથી અમદાવાદમાં અદાણીના સીએનજીનો ભાવ રૂ. 70.09 થઇ ગયો છે. જો કે ગુજરાત ગેસના સીએનજીનો ભાવ 65.74 રૂપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.