Abtak Media Google News

ભારત અને એશિયાના બીજા સૌથી ધનવાન ગૌતમ અદાણીની આગેવાની ધરાવતા અદાણી ગ્રુપ માટે એક પડકારરૂપ સમાચાર પ્રકાશિત થયા હતા. નેશનલ સિક્યોરિટીઝ ડિપૉઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ફંન્ડ્સ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન ફંડના એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધાના અહેવાલ પ્રસારિત થયા હતા. પરંતુ રોકાણકારો માટે આ ટેન્શન વચ્ચે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગ્રુપની 4 કંપનીના 43,500 કરોડ રૂપિયાથી વધારેના શૅર NSDL દ્વારા ફ્રીઝ કરવામાં ન આવ્યા હોવાની સ્પષ્ટતા ગૌતમ અદાણીએ કરી છે.

નેશનલ સિક્યોરિટીઝ ડિપૉઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ફંન્ડ્સના એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધાના અહેવાલો થયા હતા પ્રસારિત

Whatsapp Image 2021 06 14 At 5.56.05 Pm

તેમણે એક ખાસ પત્ર બહાર પાડી શેર ફ્રીઝના આ સમાચારોને ખોટા ગણાવ્યા છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે ઇટી સહિતના અખબારો કે ડિજિટલ મીડિયામાં પ્રકાશિત થયેલી સમાચારોની હેડલાઇન્સ કે એનએસડીએલે અદાણી ગ્રુપની કંપનીઓમાં શેર ધરાવતા 3 વિદેશી ભંડોળ અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડના ખાતા ફ્રીઝ કર્યા છે. આ હેડલાઈન્સ ગેરમાર્ગે દોરનારી છે. અમે એ સ્પષ્ટતા કરીએ છીએ કે આ અહેવાલો સ્પષ્ટપણે ભૂલભરેલા છે અને રોકાણકાર સમુદાયને જાણી જોઈને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવ્યું હોવાનું લાગે છે. અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડી રોકાણકારોમાં ભ્રમ ફેલાવાઈ રહ્યો છે.

લઘુમતી રોકાણકારો પર લેખની ગંભીરતા અને તેના પરિણામલક્ષી પ્રભાવને ધ્યાનમાં રાખીને, અમે ઉપરોક્ત ભંડોળના ડીમેટ ખાતાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટને વિનંતી કરી છે કે તેઓ તેની લેખિત પુષ્ટિ 14મી જૂન, 2021ના ​​તેના ઈ-મેઇલ દ્વારા રોકાણકારોને કરે. જણાવી દઈએ કે અલબુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એમ આ ત્રણેયની અદાણી એન્ટપ્રાઇઝેસમાં 6.82 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 8.03 ટકા, અદાણી ટોટલ ગૅસમાં 5.92 ટકા અને અદાણી ગ્રીનમાં 3.58 ટકા ભાગીદારી છે. કસ્ટોડિયન બેન્કો અને વિદેશી નિવેશકોને હેન્ડલ કરતી લૉ ફર્મ્સ પ્રમાણે આ વિદેશી ફંડ્સે બેનિફિશિયલ ઑનરશિપ વિશે સંપૂર્ણ માહિતી નહીં હોય. આ કારણે તેમના અકાઉન્ટ્સને ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે તેવી માહિતી ફેલાઈ હતી.

અકાઉન્ટ ફ્રીઝ થવા એટલે સિક્યોરિટીઝનું ખરીદ- વેચાણ ઉપર રોક

એક અધિકારીએ જણાવ્યું કે અમૂમન કસ્ટોડિયન પોતાના ક્લાઇન્ટ્સને આ પ્રકારની કાર્યવાહી વિશે આગાહ કરે છે પણ જો ફન્ડ આ વિશે જવાબ નથી આપતા કે તેનું પાલન ન કરે તો અકાઉન્ટ ફ્રીઝ કરી શકાય છે. અકાઉન્ટ ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે ફન્ડ ન તો કોઇ હાલની સિક્યોરિટીઝ વેચી  શકે છે અને ન તો નવી ખરીદી કરી શકે છે.

અદાણી ગ્રુપના શૅરમાં છેલ્લા એક વર્ષમાં ભારે તેજી રહી

છેલ્લા એક વર્ષમાં અદાણી ટ્રાન્સમિશનના શૅરમાં 669 ટકા, અદાણી ટોટલ ગેસના શૅરમાં 349 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝેસના શૅરમાં 972 ટકા અને અદાણી ગ્રીનના શૅરમાં 254 ટકા તેજી આવી છે. આ રીતે અદાણી પોર્ટ્સ અને અદાણી પાવરના શૅરમાં ક્રમશઃ 147 ટકા અને 295 ટકા ઉછાળો આવ્યો છે. શુક્રવારે અદાણી ગ્રુપની કુલ માર્કેટ કૅપ 9.5 લાખ કરોડ રૂપિયા હતી જેને કારણે ગ્રુપના ચૅરમેન ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી મૌટા ધનાઢ્ય બન્યા છે. અદાણી ટ્રાન્સમિશનમાં પ્રમોટર ગ્રુની 74.92 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝેસમાં 74.92 ટકા, અદાણી ટોટલ ગૅસમાં 74.80 ટકા અને અદાણી ગ્રીનમાં 56.29 ટકા ભાગીદારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.