Abtak Media Google News

બટાટા હેલ્ધી હોવાનું એક તારણ

ઉંદર પર કરેલા પ્રયોગોના આધારે ‘બટાટા’ વજન ઘટાડનારા હોવાનો કેનેડા યુનિ.ના સંશોધકોનો દાવો

‘બટાટા’ ની પસંદગી અને બનાવવાની રીત પર ગુણધર્મનો આધાર

સામાન્ય રીતે મોટાભાગની ગ્રૃહિણીઓ ઘરમાં અન્ય શાકભાજી કરતા પણ બટાટાનો સ્ટોક રાખતી હોય છે. જો કે તેના ઘણા કારણો છે. એકાએક મહેમાન આવી ચડે તો પુરી અને બટાટાનું શાક બનાવી મહેમાનોનું સ્વાગત સહેલું રહે છે. ઉપરાંત મોટાભાગે બાળકો, યુવાનો કે વૃઘ્ધોને બટાટા પસંદ હોય છે. કોઇવાર તહેવારે એકટાણુ ઉપવાસમાં પણ સુકીભાજી કે વેફર જેવું ફરાળ બનાવવું યોગ્ય રહે છે. આમ બટાટા માનવ જીવન સાથે સહજ રીતે વણાવેલ હોવાનું કહેવાય છે.

પરંતુ આપણે એવું પણ સાંભળતા આવ્યા છીએ કે બટાટાથી શરીર ફૂલે છે. જેથી જાડા ન થવું હોય તો બટાટાથી દુર રહેવું, ડાયાબીટીઝ હોય તો બટાટા ન ખવાય, કોલોસ્ટોલ વધવાની સમસ્યામાં બટાટાની વિવિધ વાનગીઓનું સેવન ન કરાય વજન ઘટાડવું હોય તો બટાટા ન ખવાય વગેરે…

પરંતુ બટાટાની બીજી બાજુ જોઇએ તો થોડા વર્ષો પહેલા અમેરિકાની યુનિ. ઓફ ટેલીફોનિયાના સંશોધકોએ બટાટાને ગુણકારી પણ ગણાવ્યા હતા.

તાજેતરમાં કેનેડાની મેકગીલ યુનિ. ના સંશોધકોએ કંઇક જુદુ જ તારણ રજુ કર્યુ હતું.  જેના જણાવ્યા પ્રમાણે બટાટા શરીર વધારનારા નહી પરંતુ શરીર ઘટાડનારા છે. આ રીતે સંશોધકોના કહેવા પ્રમાણે  બટાટામાં ખુબ જ ગુણકારી કેમીકલ્સ રહેલા છે. જે કેટલાક શાકભાજી અને ફળમાંથી મળી આવતા પોલીફોનિલ કેમીકલ જેવા જ ગુણકારી હોય છે. સંશોધકોએ બટાટાનો અર્ક કાઢીન એમાંથી ખુબ જ ફાયદાકારક કંમ્પાઉન્ડ હોવાનું નોંઘ્યું છે. આમ તો બટાટા સિમ્પલ  કાર્બહાઇડ્રેટનો ભંડાર હોવાથી ઝટપટ પચી જઇને શરીરમાં કેલરીનો વધારો કરવા માટે જ જાણીતા છે. એટલે ડબલ ચેક કરવા માટે સંશોધકોએ અલગ અલગ સીઝનમાં ઉગાડેલા બટાટામાં અર્ક પર લેબોરેટરીમાં તપાસ કરવી, દરેક સીઝનમાં ઉગેલા બટાટામાંથી મળી આવેલા પોલીફોનીલ્સ પ્રિવેન્ટ કરવામાં મદદ કરી શકે એવા હતા.

આ કેમિકલ્સ ઇન્સ્યુલીન પેદા થવાની પ્રક્રિયામાં મદદરુપ થઇ શકે એવા હોવાથી લોહીમાં સુગરનો ભરાવો થતો પ્રિવેન્ટ કરવા માટે જાણીતા હતા. સંશોધકો એ આ થીયરીને ઓબેસીટીના શિકાર બનેલા ઉંદરો પર પણ પ્રયોગ કરી જોયો.

એમાં પણ એમને ઘણું સારૂ પરિણામ મળ્યું ૧૦ અઠવાડીયા સુધી સામાન્ય ખોરાકની સાથે બટાટાના અર્ક લેતા ઉંદરમાં એવરેજ વજન ઘટવાનું પ્રમાણ વધુ હતું.

જો કે આ સાંભળી બટાટા ખાવા પર તુટી પડી શકાય તેમ નથી કેમ કે બટાટામાંથી આ અર્ક તો મળે જ છે. પણ સાથે સાથે જથ્થાબંધ  કેલેરી પણ હોય છે. સંશોધકોએ બટાટાના અર્કનો ડેઇલી ડોઝ ૩૦ બટાટામાંથી મેળવ્યો હતો. વજન ઉતારવા માટે રોજના ૩૦ બટાટા ખાવામ)ં આવે તો જરુર કરતાં ૪ ગણી કેલેરી પેટમાં ઠલવાઇ જે પ્રેડટીકલ નથી બટાટાનો અર્ક દવા રૂપે લેવામાં આવે એ જ બહેતર સોલ્યુશન બની શકે છે.

આ તો કોઇ સંશોધનની વાત કરી હવે વાત કરીએ બટાટાના પ્રેકટીકલ ઉપયોગો અને ગુણોની મોટાભાગે ડાયેશીયનનો બટાટા ન ખાવા કે ઓછા ખાવા એવી જ સલાહ આપતા હોય છે. પરંતુ એક ડાયેશીયનના કહેવા પ્રમાણે બટાટા ખુબજ સારી એનર્જી પુરી પાડે છે. એટલે એને સાવ કોરાણે મુકવા એવું ન કહી શકાય એને બનાવવાની રીતોમાં બદલાવ લાવવામાં આવે તો બટાટા પણ પોષ્ટીક બની શકે છે.

આપણે ચિપ્સ, સમોસા, વડા, ફેેન્ચ ફ્રાઇઝ પેટીસ જેવી ચીજોમાં ભરપુર બટાટા ખાઇએ છીએ જે હાનીકારક છે. વિવિધ લીલા શાકભાજીની સાથે બટાટાનું મિશ્રણ કરવામાં આવે છે તે યોગ્ય છે. પાલક મેથી, ગાજર, કોબીજ, ટીંૅડોળા, રીંગણા જેવા શાકમાં ઉમેરણ તરીકે બટાટા વપરાય છે. તે જરાય ખોટું નથી ઉલટાનું  ફાઇબર વાળા શાકભાજી સાથે સ્ટાર્ચમાંથી ભરપુર બટાટા ઉમેરવાથી બોડીની સારી એવી એનર્જી લાંબો સમય ઉમેરવાથી બોડીની સારી એવી એનર્જી લાંબો સમય મળતી રહે છે. બટાટા સાથે કેવું કોમ્બીનેશન કરવામાં આવે છે. એના પરથી એ ફાયદો કરશે કે નુકશાન એ નકિક થાય છે એકદમ ઓવરકુક કરી બાફેલા બટાટામાંથી પોષક તત્વો નાશ પામે છે. બટાટાને શેકીને, બાફીને ખાવાથી તેના પોષક તત્વો જળવાય રહે છે તેમજ છાલ સાથે રાંધી અને ખાવામાં આવે તો વધુ ફાયદો થાય.

બટાટાને રાંધવાની સાથે સાથે કેવા બટાટા વાપરવા એ પણ જાણવું જરુરી છે.

બટાટા અતિસયમ કડક કે એકદમ પોચા ન હોવા જોઇએ પોચા પડી ગયેલા બટાટા ઉપરની છાલ પર કાળાશ કે લીલાશ દેખાતી હોય તો એવા બટાટા ન લેવા હિતકારી હોવાનું મનાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.