Abtak Media Google News

ઓખા-વારાણસી, ઓખા-જયપુર ટ્રેનમાં પેન્ટ્રી કાર કોચની સુવિધા શરૂ

મુસાફરોની સુવિધા માટે પશ્ર્ચિમ રેલવેએ રાજકોટ ડિવીઝનમાંથી પસાર થતી હાપા-બિલાસપુર, વેરાવળ-ઇન્દોર અને પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવીઝનના સીનીયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર-22939/22940 હાપા-બિલાસપુર એક્સપ્રેસને એક વધારાના થર્ડ એસી અને એક સેક્ધડ સ્લીપર કોચ સાથે વધારવામાં આવશે.

આ વધારાના કોચને આજથી હાપા અને 27 ડિસેમ્બરથી બિલાસપુરથી જોડવામાં આવશે. ટ્રેન સાથે નંબર 19319/19320 વેરાવળ-ઇન્દોર મકામના એક્સપ્રેસને એક વધારાના સેક્ધડ એસી અને એક થર્ડ એસી કોચ સાથે વધારવામાં આવશે. આ વધારાના કોચને 29 ડિસેમ્બર થી વેરાવળ અને 28 ડિસેમ્બરથી ઇન્દોર સાથે જોડવામાં આવશે. ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-મુંબઇ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસને વધારાના એક થર્ડ એસી અને બે સેક્ધડ સ્લીપર કોચ સાથે વધારવામાં આવશે.

આ વધારાના કોચને 26 ડિસેમ્બરથી પોરબંદર અને આજથી મુંબઇ સેન્ટ્રલ સાથે જોડવામાં આવશે. તેમજ ઓખા-વારાણસી અને ઓખા-વારાણસી અને ઓખા-જયપુર ટ્રેનમાં પેન્ટ્રી કારની સુવિધા શરૂ કરવામાં આવી છે. ટ્રેન નંબર 22969/22970 ઓખા-વારાણસી એક્સપ્રેસમાં 30 ડિસેમ્બરથી ઓખા સાથે અને 1 જાન્યુઆરી 2022 થી વારાણસી સાથે એક પેન્ટ્રી કાર કોચ જોડાયેલ હશે. ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસને 3જી જાન્યુઆરી 2022થી ઓખાથી એક પેન્ટ્રી કાર કોચ સાથે 4 જાન્યુઆરીથી જયપુર સાથે જોડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.