Abtak Media Google News

કિલ્લો દરિયાની સપાટીથી 1100 ફૂટ ઉપર !!

હિંગોળગઢ કિલ્લો ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે. સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશ સાથે વાતો કરતો હોય એવી તસ્વીર જસદણના જાણીતા શિક્ષણવિદ્, પ્રકૃતિપ્રેમી જયંત મોવલિયા ખેંચી છે. આ ગઢ દરિયાની સપાટીથી 335 મીટર(1100) ફૂટ ઊંચો છે. ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.જસદણનાં રાજવી વાજસૂર ખાચર માતા હિંગળાજ માતાના ભક્ત હતા, એટલે હિંગળાજ માતાનું અનુષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું હતું. હિંગોળગઢ જસદણ સહિત સૌરાષ્ટ્રની શોભારૂપ ગણાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.