Abtak Media Google News

“મહાભારતનો ઈતિહાસ સાક્ષી છે કે રાજકારણીઓ અને નિષ્ણાંતો કોઈ કપટ માટે ભેગા થાય તો કુરૂક્ષેત્રનું યુદ્ધ જ થાય!”

વિચિત્ર ખૂન કેસ ૧

પોલીસ દળની લાંબી કારકીર્દી દરમ્યાન પીઆઈ જયદેવે નિયમિત રૂપે વિવિધ પ્રકારના ખૂન કેસોની તપાસો કરેલી જેમાં અંધ શ્રધ્ધાને કારણે તેમજ બાળકની પ્રાપ્તી માટે અન્યના બાળકને મારી નાખવાથી લઈ મોટા રાજકીય નેતાના ખૂન સહિતના કેસોની ભૂતકાળમાં તપાસો કરેલી જેમાં ભલે આવા કેસો શરૂઆતમાં વણશોધાયેલા હોય પણ જયદેવ મહેનત કરીયુકિતથી આરોપીઓ સુધી પહોચતો અને ભલે પછી તેવા ગુન્હા ડીટેકટ કરવાનો શિરપાવ બદલી રૂપે મળતો પણ કેસ તો અવશ્ય શોધતો જ તેમ છતા જયદેવની કાર્ય પધ્ધતીમાં કોઈ ફેરફાર થતો નહિ.

લગ્ન નકકી થાય છે પરલોકમાં અને થાય છે પૃથ્વી ઉપર !

આવો જ એક હાઈપ્રોફાઈલ પણ વિચિત્ર ખૂન કેસ આદિપૂર ટાઉનમાં બન્યો કેન્દ્ર સરકારનાં અર્ધસરકારી નિગમના એક અધિકારી મોટાણી કે જેઓ વિદ્યાર્થી અવસ્થામાં આઝાદી પહેલાના અખંડ હિન્દુસ્તાનના પણ હાલના પાકિસ્તાનમાં ગયેલા એક પ્રાંતમાંથી ખેતીવાડી વિષયમાં સ્નાતક બનીને ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરીકા ગયેલા અમેરિકામાં તેમનો અભ્યાસ પૂરો થતામાં તો કમનસીબે દેશના બે ભાગ ભારત અને પાકિસ્તાન બની ગયેલા યુવાનએ દ્વિઘામાં હતો કે હવે શું કરવું પરંતુ ભવિષ્યનો વિચાર કરીને યુવાન મોટાણી અમેરિકાથી સીધો હિન્દુસ્તાનના દિલ્હી એરપોર્ટ ઉપર ઉતર્યો. તે સમયે આવો ઉચ્ચ અભ્યાસ એટલે તુરત તેમને ભારતમા ખાધ્ય નિગમમાં ઉચ્ચ હોદાની નોકરી મળી ગયેલી તે પછી તો તેમણે દેશના આયોજન પંચમાં પણ સલાહકારની ફરજ અદા કરેલી.

આઝાદી મળી તે દરમ્યાન અખંડ હિન્દુસ્તાનના વિભાજન સમયે પાકિસ્તાન વિભાગમાં થયેલ જબરી કોમી કત્લેઆમ ને કારણે પાકિસ્તાનના લારકાના પ્રાંતનુ એક સમૃધ્ધ અને અમિર હીન્દુ કુટુંબ રાજસ્થાન સરહદ ઓળંગીને જયપૂર ખાતે હીજરત કરીને આવેલું આ કુટુંબમાં એક પુષ્પારાણી નામની અતી સુંદર અને ખૂબ જ મહાત્વાકાંક્ષી ક્ધયા પણ હતી, જેને હજુ કોલેજનો અભ્યાસ બાકી હતો જે તેણે જયપૂર કોલેજમાં શરૂ કર્યો અને પછી કુટુંબ દિલ્હીમાં સ્થળાંતર કરતા દિલ્હી કોલેજમાં અભ્યાસ શરૂ કરેલો. આ દરમ્યાન જ્ઞાતીના સંમેલનોમાં આ ખાધ્ય નિગમના અધિકારી મોટાણી અને આ સ્વરૂપવાન ક્ધયા પુષ્પારાણીની મુલાકાત થઈ, ઉંમરમાં તો બંને વચ્ચે ખાસ્સો તફાવત હતો પરંતુ એક જ જ્ઞાતી વાળી, એક બાજુ ઉચ્ચ હોદો તો બીજી તરફ સુંદરતાની સામ્રાજ્ઞી એવી પુષ્પારાણી હતા આથી બંનેના રાજીખુશીથી લગ્ન થયા ઉચ્ચ હોદાને કારણે મોટાણીની દેશના વિવિધ રાજયોમાં બદલીઓ થતી રહી દરમ્યાન તેમના સાંસારીક જીવનમાં એક પછી એક ત્રણ દિકરીઓ અવતરી, ત્રણે દીકરીઓ તેના માતા પિતાની જેમ જ રૂપ રૂપનો અંબાર અને હોંશિયાર હતી.

દરમ્યાન મોટાણીની ગુજરાત કચ્છના ગાંધીધામ ખાતે કંડલા બંદરના ખાધ્ય નિગમનાં વિશાળ ડેપોનાં મુખ્ય સંચાલક તરીકે નિમણુંક થઈ આ ડેપોમાં કંડલા બંદરેથી શીપો વહાણોમાં આવતું લાખોટન ખાધ્ય અનાજ કઠોળ સંગ્રહ થતું હતુ જયાંથી દેશના જુદા જુદા રાજયોમાં ટ્રાન્સ્પોર્ટ કરવાનું પણ તેમનું કામ હતુ. આ ટ્રાન્સપોર્ટેશનના કોન્ટ્રાકટ આપવાની તેમની પાસે વિશાળ સતા હતી. વળી ગાંધીધામતો પાકિસ્તાનથી માઈગ્રેટ કરી આવેલા હિન્દુઓનું જ વસાવેલું શહેર હતુ અને તેમની જ જ્ઞાતી વિશાળ પ્રમાણમાં હતી.

સમાજમાં સામાન્ય રીતે લોકો જુદા જુદા કારણોસર સંબંધો રાખવા પ્રયત્નશીલ હોય છે. પરંતુ તેમાં પણ અમુક લોકો સમૃધ્ધ, સતાધારી અને સ્વરૂપવાન કુટુંબો સાથે સંબંધ રાખવા વધુ પ્રયત્નશીલ હોય છે. જોગાનુજોગ આ મોટાણી પાસે આ ત્રણેયનો સુભગ સમન્વય હતો. મોટા કંડલા બંદરને કારણે ટ્રાન્સપોર્ટેશનના ધંધાર્થીઓતો ઠીક, પણ તેમની જ્ઞાતીનાં અન્ય અમુક યુવાનો પણ તેમની જી હજુરમાં અગમ્ય કારણોસર હાજર રહેતા સમયાંતરે ક્ધયાઓ તો ઊચ્ચ અભ્યાસ અર્થે દેશના વિવિધ શહેરોમાં ગયેલી જેમાં વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકૃતત્વ નાટય અને સૌદર્ય સ્પર્ધાઓમાં પણ વિજયી થયેલી, અને તે પછી ધનાઢય સુખી કુટુંબોમાં દેશ અને વિદેશમાં પરણી ગયેલી ઘરમાં હવે મોટાણી અને તેની પત્ની પુષ્પારાણી રહ્યા હતા વૃધ્ધાવસ્થા અને નિવૃત્તિ આવતા આ મોટાણી પરિવારે દિલ્હીમાં મકાન હોવા છતાં આદીપૂરમાં જ સ્થાયી થવાનું નકકી કર્યું જુના ઉપકારો, સંબંધો, સંપર્કો, જ્ઞાતી પરિચિતો અને જુના સર્કલને કારણે તેઓ દિલ્હીને બદલે આદીપૂરમા જલ્દી સ્થાયી થઈ ગયા.

વર્ષો જલ્દીથી પસાર થવા લાગ્યા મોટાણીએ ગાંધીધામ સીંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશનમાં પણ સારો હોદો ભોગવ્યો તેના કારણે સ્થાનિક સમાજમાં તેમનું માન-પાન વધેલ અને સંબંધો ખૂબ વિકસેલા, મોટાણીની ઉંમર ૮૬ વર્ષની થઈ ગઈ, શરૂઆતનાં એટલે કે ખાધ્ય નિગમની નિમણુંક સમયના તેમની જી હજૂરમાં રહેતા યુવાનો પણ હવે પીઢ થઈ ગયેલા, કોઈ બીઝનેસમાં સફળ થયેલા કોઈ ડોકટરી, કોઈ બીલ્ડરો, કોઈ દાંતના ડોકટરમાં સેટલ થઈ ગયેલા તો વળી કોઈ રાજકારણીઓ બની ગયેલા જેમાં મોટાણી કુટુંબનો એક ખાસ ભગત તો ગાંધીધામ શહેરનો સભાપતિ પણ બની ગયેલો.

સામાન્ય રીતે સમૃધ્ધીની સાથે પશ્ર્ચિમી સંસ્કાર પણ જલ્દી આવતા હોય છે. ભૂતકાળમાં જયદેવે કયાંય ફકત મહિલાઓનીજ કીટી પાર્ટીઓ કે મહેફીલો જોયેલી નહિ, તે અહિ આદીપૂરમાં વિવિધ જગ્યાઓ જેવી કે હોટલો બંગલાઓ અને રીસોર્ટમાં જામતી પ્રથમ વખત જોયેલી.

આ પ્રમાણે આદીપૂર શહેરની મધ્યમાં આવેલી હોટલમાં કીટી પાર્ટીઓ થતી જેમ ગામડાઓમાં શેરી ગલ્લીનાં ઓટલે બૈરાઓની બેઠકો થાય તેમ અહી કીટીપાર્ટીમાં પણ સમૃધ્ધીની છોળો તોઉડતી સાથે સાથે સ્પર્ધા અને સ્પર્ધાની અતિશયોકિત થતા ઈર્ષા પણ ઉત્પન્ન થતી હોય છે. કોણ કેટલું કમાયું, કોની વધુ સહેલીઓ, જ્ઞાતિના હોદા અને તે સિવાયના પદોની પ્રાપ્તી માટેની ઈચ્છા લાલચ અને તૃપ્તી માટે પેલા એક સંસ્કૃતના શ્ર્લોક

‘અંગમ્ ગલિતમ્, પલિતમ્ મુંડમ્, દશનદિશહિનમ્, જાતમુ તુંડમ્,

વૃધ્ધોયાતી ગૃહિત્યા દંડમ્, તદપિના મુંચતી આશા પીંડમ્ ॥

મુબજ ઈચ્છા પ્રાપ્તી માટે ચર્ચાઓ, સ્પર્ધાઓ, હંસાતૂસી અને આગળ જતા નીંદા કુથલી એક બીજાને ઉતારી પાડવા ઉપરાંત કેટલીક વખત અબોલા, એક બીજાની અવગણના અને ત્યાગ, બહિષ્કાર સહિતની બાબતો બનતી હોય. પરંતુ મહિલાઓમાં પુરૂષોની માફક બાબત બહાર નથી આવતી, પુરૂષો વાણી વીલાસ પછી હાથ ચાલાકી ઉપર આવી જતા જગજાહેર ધજાગરો થતો હોય છે.પરંતુ મહિલાઓમા આવું બનતુ નથી.

આ પ્રકારની આદીપૂરની કીટીપાર્ટી કલ્ચરમાં એક વયોવૃધ્ધ મહિલા જે અગાઉ રાજય સરકારનાં ઉચ્ચ પદાધિકારી પણ રહી ચુકેલા અને જ્ઞાતીનાં સન્માનનીય હોદાઓ પણ ધરાવતા હતા. આ કીટીપાર્ટીની ફલશ્રુતી રૂપે પહેલેથી જ મહત્વાકાંક્ષી અને સ્વરૂપવાન પુષ્પારાણીકે જેનોઠસ્સો અને રોલોજ કાંઈક ઓર હતો તેને પણ આવા માન સન્માન અને હોદાની જીજીવિષા જાગી ઉઠી હતી પોતે દરેક રીતે સક્ષમ અને સમર્થ હતી પણ તેની ઉપર પતીનું બંધન ચાલુ હતુ જયારે પેલા સન્માનીય મહિલાને તે પ્રશ્ર્ન નહતો. જેપુષ્પારાણીને પોતાને અ સન્માનીય હોદો મેળવા પ્રયત્ન કરવામા અંતરાય રૂપ જણાતું હતુ.

હાઈપ્રોફાઈલ મર્ડર કેસ!

એક દિવસ સાંજના સમયે જયદેવ આદિપૂરથી અંજાર એક તપાસમાં આવેલો સાંજના સાતેક વાગ્યે વાયરલેસથી વર્ધી આવી કે આદિપૂર સીટીએક્ષ વિસ્તાર જે પોચ એરીયા હતો ત્યાં ઘરમાં એકલી રહેલ વયોવૃધ્ધ વ્યકિતનું લૂંટ સાથે ખૂન થયેલ છે. અને ગુન્હો અનડીટેકટ છે. સમાચાર મળતા જ જયદેવ તૂર્ત જ આદિપૂર ખૂન વાળી જગ્યાએ આવ્યો.

જયદેવે જોયું તો લાશ ઉપર વર્ણવેલ નિવૃત અધિકારી મોટાણીની જ હતી. એવું બનેલું કે મોટાણીની ઉંમર ઘણી પાકટ એટલે કે ૮૫-૮૬ની થઈ ગઈ હોય ગોઠણના સાંધાનો દુ:ખાવો હોઈ તે બરાબર ચાલી શકતા નહિ પરંતુ અગાઉ જણાવ્યા પ્રમાણે મોટાણી કરતા તેમના પત્ની દસેક વર્ષ નાના હોય પુષ્પારાણી હજુ કડેધડે હતા જેઓ વળી તેમની સેહત ખૂબજ સાચવતા અને તે માટે નિયમિત રૂપે ડ્રાયવર અને કાર લઈને સિંધુ સાગર તળાવ ઉપર વોકિંગમાં જતા તે મુજબ પુષ્પારાણી તે દિવસે ડ્રાઈવરને લઈને તળાવ પર વોર્કિંગમાં ગયેલા વોકિંગ કરતા કરતા તેમણે અમુક વ્યકિતઓ જોડે મોબાઈલ ફોનથી વાતો પણ કરેલી અને દરરોજ એક કલાક ચાલતા પુષ્પારાણીને આજે કોણ જાણે શું અમંગળ એંધાણ મનમાં થયું કે તેઓ ૩૦-૩૫ મીનીટમાં જ તળાવની પાળ ઉપરથી ઉતરીને ડ્રાઈવરને લઈને પાછા ઘેર આવેલા ઘેર આવીને જોયું તો ઘરનો દરવાજો ખૂલ્લો હતો અને ઓસરીમાં લોહી પડયું હતુ તથા રસોડામાં લોહી વચ્ચે મોટાણીની લાશ પડેલ હતી. રૂમમાંનો એક કબાટ ખૂલ્લો હતો અને તેમાં રાખેલ એક સોનાનો દાગીનો તથા રૂપીયા પાંચેક હજાર રોકડાની લૂંટમાં ગયાનું પુષ્પારાણીએ ફરિયાદમાં જણાવેલું.

ફોજદાર અને ડીવાયએસપી મોટાણીના બંગલામાં જ હતા એફઆઈઆર નોંધાઈ ગઈ હતી. ફોજદાર રાઠોડ આક્રમકતાથી પુષ્પારાણીની પુછપરછ કરી રહ્યો હતો. જ્ઞાતિના આગેવાનો એકઠા થઈ ગયા હતા. તેઓ સહજ રીતે જણાવી રહ્યા હતા કે જે થવાનું હતુ તે થઈ ગયું હવે વૃધ્ધાને આ રીતે પૂછપરછ કરવાની જરૂરત નથી. આ આગેવાનોમાં અગાઉ જણાવ્યા પ્રમાણેના મોટાણીની યુવાવસ્થા વખતના સમૃધ્ધિ સતા અને સુંદરતાના જીજુરીયા યુવાનો કે જે હવે આધેડ વયના થઈને આગેવાન બની ગયા હતા તે હતા.

જયદેવે ગુન્હાવાળી જગ્યા જોઈ, મોટાણીને ગળા અને ખંભા પાસે એક જ મોટો ઉંડો તિક્ષ્ણ હથીયારથી ઈજાનો ઘા હતો જે સામાન્ય રીતે પશુને હલાલ કરવામાં આવે તે પ્રકારનો જ હતો જે ઘા અમુક જ્ઞાતિ તરફ અંગુલી નિર્દેશ કરી રહ્યો હતો.

થોડો સમય તો પુષ્પારાણીના ઢોંગ અને નાટક તેમના જી હજુરીયાની મદદથી બરાબર ચાલ્યા પણ આખરે તેમણે એટલું તો કબુલ્યું કે લૂંટમાં કાંઈ દાગીના ગયા નથી કે કોઈ રોકડ રકમ પણ ગઈ નથી એટલે કે લૂંટ તો થયેલી જ નથી પરંતુ આ દરમ્યાન હાજર જીહજુરીયા આગેવાનોએ યેનકેન પ્રકારે હાલ તુરંત પૂષ્પારાણીની પૂછપરછ અટકાવી દીધી આ કેસની તપાસ પોલીસ મેન્યુઅલ મુજબ ડીવાયએસપીનાં નિરીક્ષણ તળે પાંચ દિવસ સુધી ફોજદાર રાઠોડે જ કરવાની હતી અને પાંચ દિવસમાં જો ગુન્હો શોધાય નહિ તો આ બળતાધર રૂપી તપાસ સીપીઆઈ જયદેવે સંભાળવાની હતી જોકે તપાસ ફોજદાર કરતા હોવા છતાં જયદેવે પોતાનું આ ગુન્હાની તપાસનું નિરીક્ષણ તો ઓફ ધ રેકર્ડ ચાલુ જ રાખેલુ મોટાણીની લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી તે રીપોર્ટમાં ખાસ જણાવ્યું કે લોહીનું એક સેમ્પલ વધારામાં લેવુ તેની ટીપ્સ જયદેવે આપેલી.

સામાન્ય રીતે આવો બનાવ બને એટલે સમાજમાં લોકો જાતે પણ કરમચંદ જાસુસની ભૂમિકામાં આવી જે તે બનાવ અંગે તુકકા લડાવવા માંડતા હોય છે. જયારે આ કિસ્સામાં તોમોટાણીના રાજકીય જી હજુરીયા તોહાજર જ હતા અને પોલીસને કઈ રીતે દિશા સૂચન કરવું તેના ચોગઠા ગોઠવતા હતા આ રાજકીય હજુરીયાઓ તથા અમુક વૈધકિય લાઈનના હજુરીયાઓએ મળીને પોલીસ તપાસની જે થીઅરી ઉપર તપાસ કરતી હતી તેમાં પુષ્પારાણીને મદદ કરવા પુષ્પારાણીની વાત ઉપરથી જ એક કપોળ કલ્પીત વાર્તા બનાવી નાખી જોકે પોલીસનું અનુમાન એવું હતુ કે, ખૂન તો ખરેખર પુષ્પારાણીના ઈશારા અને કાવત્રા મુજબ જ થયેલુ જણાતું હતુ અને જયદેવ પણ પોતાના અનુભવ અને નિરીક્ષણ મુજબ તે થીઅરી ને અનુમોદન આપતો હતો. પરંતુ જી હજુરીયા પરમ ભકતો હવે આ થીઅરીને રોકવા અને આરોપીઓને બચાવવા મેદાને પડયા હતા તેમ જણાતું હતુ.

જીહજુરીયાઓએ પુષ્પારાણીની પોલીસની લાંબી પૂછપરછ ટુંકાવવા એવા પૂરાવા રજૂ કર્યા કે ભલભલા પોલીસ અધિકારી તે જાળમાં આવી જાય. તેમણે એવો તર્ક રજૂ કયો કે ફરિયાદીની કારના ડ્રાઈવરે જ આ પુષ્પારાણીને તળાવની પાળે ઉતારીને કાર લઈને મોટાણીનું ખૂન કરી પાછો તળાવની પાળે કપડા બદલાવીને આવી ગયો હશે. આ માટે આ સામાજીક, આર્થિક અને રાજકીય વર્ચસ્વ ધરાવતા હજુરીયાઓએ તળાવની પાળ પાસે જયાં કાર પાર્ક કરેલી તેની નજીક એક બગીચાની પ્રવેશદ્વાર ટીકીટ બારીના કર્મચારીને સાક્ષી બનાવી રજૂ કર્યો પોલીસે મૃત્યુનો સમય, આવ્યાનો, પુષ્પારાણી પાછા ગયા તેનો સમય અને કર્મચારીએ જતા જોયો અને કયારે પાછો આવતા જોયો તે અંગે સાક્ષીનું નિવેદન લેતા તેમાં પુષ્કળ વિરોધાભાસ આવતો હતો અને ધણો ફર્ક જણાતો હતો સમય મર્યાદા પણ ૩૦-૩૫ મીનીટની ધણી જ ટુંકી હતી. છતા પોલીસે ડ્રાઈવરની પણ થતી તમામ તપાસ કરી પણ તે સંપૂર્ણ નિદોર્ષ જણાતો હતો.

બીજે ત્રિજે દિવસે આ હજુરીયાઓ જ પોલીસમાં જાણકરી કે સાહબે કારમાં ડ્રાઈવર સીટ આજુબાજુમાં પણ લોહીના ડાઘ છે. ખલાસ ! હવે પોલીસ માટે મોટો પડકાર એ ઉભો થયો કે ગુનેગારતો શોધાતા શોધાશે પણ કયાંક નિદોર્ષ વ્યકિત ખોટી રીતે જેલ ભેગો ન થાય તે માટે કોયડો ઉભો કર્યો આ દરમ્યાન ફોજદાર રાઠોડની તપાસને પાંચ દિવસ પૂરા થયા ડીવાયએસપીનું વિજીટેશન પૂરૂ થયું અને આ તપાસ જયદેવ પાસે આવી જયદેવને હવે કામ બમણું થયું એક તો સાચા આરોપી શોધવાના તો હતા જ અને બીજુ નિર્દોષ ડ્રાયવર ખરેખર પુષ્પારાણીને તળાવની પાળે ઉતારીને ત્યાં થોડે દૂર એક ચાની કેબીન હતી ત્યાં જ હતો તેવા નેગેટીવ પૂરાવાતો મળતા હતા પણ સાયન્ટીફીક પૂરાવાનું જયાં સુધી નિરાકરણ પરિણામ ન આવે ત્યાં સુધી ડ્રાઈવર ઉપર લટકતી તલવાર હતી ફોરેન્સીક સાયન્સના નિયમ મુજબ”ખફક્ષ ઈફક્ષ કશય બીિં ઈશભિીળયતફિંક્ષભયત ભફક્ષ ક્ષજ્ઞિં !આ વિવાદાસ્પદ તપાસ ખરેખર હવે જીલ્લાની ક્રાઈમ બ્રાંચને સોંપવાની જરૂર હતી કારણ કે સ્થાનિક ચૌદસિયા, સ્થાનિક તપાસ અધિકારીની કાર્યવાહીમાં અનેક પ્રકારે, શરમે ધર્મે ચંચુપાત કર્યા જ કરતા હોય છે. પરંતુ તપાસ તો જયદેવ પાસે જ રહી.

કાર માંના લોહીનું પરીક્ષણ નીરાકરણ ન આવે ત્યાં સુધી ડ્રાઈવરની ધરપકડ કરવાની નહતી અને બીજીબાજુ તેની પૂછપરછ પણ ચાલુ રાખવાની હતી. આ દરમ્યાન પોલીસ વડાએ ક્રાઈમ બ્રાંચના એક ફોજદારને જયદેવની મદદમાં આદિપૂર મોકલ્યો જેણે ડ્રાઈવરને પૂછપરછનું બીડુ ઝડપેલું પણ જયદેવેતે ફોજદારને વાસ્તવિકતા જણાવી ફકત પૂછપરછ કરવા સલાહ આપી જે આ શકમંદ ડ્રાયવરને લઈને કચ્છના વાગડમાં રવાના થયા. ડ્રાઈવરને આદિપૂરથી લાંબો સમય દૂર લઈ જવો એટલા માટે જરૂરી હતો કે પ્રથમ તો ચૌદસિયા ડ્રાયવરને પકડો પકડો કરતા બંધ થાય અને બીજુ તે સમય દરમ્યાન સત્ય હકિકત ઉજાગર થઈ જાય તે માટે પૂરતો સમય પણ મળે ડ્રાયવરે જતા જતા જયદેવને કરગરીને વિનંતી કરી કે સાહેબ જોજો આ પૈસાવાળા સાધન સંપન્ન અને મોટી રાજકીય લાગવગ વાળા લોકો મને ખોટો ફસાવી ન દે મારા બાળકો તો હજુ નાના છે, હવે તમે જ મારા ભગવાન છો, બચાવો કે જેલમાં મોકલો જો જેલમાં જવાનું થશે તો મારી પાછળ કોઈ નથી, મારી જીંદગી જેલમાં જ પુરી થશે અને બાળકો રઝળી પડશે.

કપટ અને રાજનીતિ!

જયદેવ પણ માનસિક રીતે વ્યગ્ર થઈ ગયો કે કેવું છે સતા અને સંપત્તીનું જોર ! તેણ બુધ્ધિ ગમ્ય રીતે કરેલ તપાસમાં ગુન્હાના સંજોગો હેતુ પુષ્પારાણીની ફરી ફરી વાતો તેની પ્રચુર મહત્વાકાક્ષાં મરણ જનારની એક જ ઝાટકે હત્યા, જે ડેડ બોડી ઉપરનો હલાલ કર્યા મુજબનો ગળા પાસે એક જ ઘા, ગુન્હાવાળી જગ્યામાં ખોટી રીતે ઉભી કરેલી સ્થિતિ જે મરણ જનાર વ્યકિત ચાલી જ શકે તેમ ન હતી તેનું ખૂન ઓસરીમાં કર્યા પછી લાશને રસોડામાં લઈ જવી કબાટ ખૂલ્લા, ખાના ખૂલ્લા, વળી એક કબાટમાં તોલાખો રૂપીયાના દાગીના હતા તે કબાટતો જેમની તેમ હતો. એફઆઈઆરમાં લૂંટની વિગત જણાવેલી જે પાછળથી ફેરવી તોળી લૂંટ થયેલ નથી તેમ જણાવેલું તે પરથી એટલુ તો નકકી થતું હતુ કે ડ્રાયવરકોઈ પણ સંજોગોમાં આરોપી નથી. પરંતુ કારમાં ડ્રાયવર સીટ પાસે આવેલુ લોહી કોનું ? આ વિચિત્ર પ્રશ્ર્ન આવીને ઉભો રહ્યો હતો.

પેથોલોજી લેબોરેટરીમાં કાર માંના લોહીનું પરીક્ષણ કરાવતા તે બ્લડ ગ્રુપ અને મરનાર મોટાણીનું બ્લડ ગ્રુપ એક જ ગ્રુપનું જાહેર થયું ! આથી જીહજુરીયાઓ જામી પડયા કે હવે પોલીસ ખોટી બીજી શંકાઓ કરે છે. ડ્રાયવરને પુરી જ દેવો જોઈએ વિગેરે. ખૂબજ રજૂઆતો અને આક્ષેપો થતા પોલીસ વડાએ આ ગુન્હાની ચર્ચા કરવા માટે આદીપૂર ખાતે મીટીંગ યોજી જયદેવે તપાસના તમામ મુદાઓ, ગુન્હાવાળી જગ્યા, સાંયોગીક પૂરાવા, શકદારોની વર્તુણુક વિગેરે બાબતો રજૂ કરી હાલ તુરંત તો ડ્રાયવર નિર્દોષ જણાતો હોવાનું જણાવ્યુ તથા જણાવ્યું કે કાર માં લોહી મળ્યું તે ઘણુ પાછળથી મળ્યું છે તે શંકાસ્પદ છે. આથી મૃતકના લોહી અને કાર માંના લોહીના બ્લડ ગ્રુપ પેથોલોજી લેબોરેટરી મુજબ ભલે એક જણાતા હોય પણ કોઈ નિષ્ણાંતે જો કરામત કરી હોય તો તે ભેદ ખોલવા માટે આ બંને લોહીના ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ કરાવવા જોઈએ તોજ વાસ્તવીક સત્ય સામે આવે કેમકે હજુરીયા ટોળીમાં લોહીના નિષ્ણાંતો પણ સામેલ હતા. તેથી ભળતા એટલે કે મોટાણીનું ગ્રુપનું લોહીપણ ઈમ્પ્લાન્ટ થયું હોઈ શકે.

વિજ્ઞાનના નિયમ મુજબ જેમ વિશ્ર્વમાં કોઈ બે વ્યકિતના ફીંગર પ્રિન્ટ એક સરખા ન હોય તેમ કોઈ બે વ્યકિતના લોહીના ડીએનએ પણ સરખા ન હોઈ શકે.

મહા ભારતનો ઈતિહાસ સાક્ષી છે કે રાજકારણીઓ અને નિષ્ણાંતો કોઈ કપટ માટે એકઠા થાય તો કુરૂક્ષેત્રનું યુધ્ધ જ થાય. જેમ જુગાર (પાસા ફેકવાનો) નિષ્ણાંત શકૂની રાજકારણી કોરવો સાથે મળ્યો અને ન થવાની થઈ !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.