દ્વારકામાં આગથી ખાખ થયેલી આદિત્ય હોસ્પિટલ મંજૂરી વગર જ ધમધમતી’તી

ફાયર સેફટીના સાધનો જ ન હતા: હોસ્પિટલ ખોલવા નહીં દેવાય: ચીફ ઓફિસર

દ્વારકામાં જુની નગરપાલીકા પાસે ગીચ વિસ્તારમાં આવેલ દેવભુમી મેડીકલ અને પુથ્વીરાજ સિંહ ચોહાણની આદિત્ય હોસ્પીટલમાં અગિયાર દિવસ પહેલા ભયંકર આગ લાગેલ હતી ત્યારે ગીચ વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો હતો ત્યારબાદ વર્તમાન પત્રોમાં હોસ્પીટલની મંજુરી છે કે નહી તેવા વિવિધ પ્રશ્રનો પ્રસિધ્ધ કરેલ હતા ત્યારબાદ આગની ધટનાને અગિયાર દિવસ વિતવા છતા તંત્ર દ્વારા નકકર પગલા ભરવામાં આવ્યા નથી શુક્રવારના પાલીકાના ચિફ ઓફિસર ચેતન ડોડીયા સાથે વાત ચિતમાં જણાવ્યું કે, હોસ્પીટલની મંજુરી નથી અમે બધું ગોતી કાઠ્યું છે. હવે હોસ્પીટલ રીઓપન કરવાની છૂટ નહી આપવામાં આવે આટલી બેદકારી શા માટે દાખવી છે તેવા વગેરે પ્રશ્નો સાથે નોટીસ આપવામાં આવશે તેમ ચિફ ઓફિસર દ્વારા જાણાવામાં આવ્યું હતું. ઉલ્લેખીયન છેકે લાંબા સમયથી ગેરકાયદેસ ચાલી રહેલે હોસ્પીટલ કેના ઈશારે ચાલતી હતી અને ફાયર સેફટીના સાધનનો પણ મેડીકલ અને હોસ્પિટલમાં અભાવ જોવા મલ્યો હતો ગેર કાયદેસર હોસ્પીટલ સંચાલક વિરૂધ્ધ તંત્ર દ્વારા અગામી દિવસોમાં શું એકશન લેવામાં આવશે તેની મિટ મંડાઇ રહી છે. દ્વારકામાં જગતમંદિર આસપાસ તેમજ ઠેક ઠેકાણે ઉંચી ઇમારતો આવેલ છે તેમાએ વધુ પડતા ફ્લેટો હોટલો હોસ્પીટલો જેવી ચાર, પાંચ, સાત માળ સુધીની ઉંચાઈ ધરાવતી ઇમારતોની મંજુરી છે કે, નહી તેની તંત્ર દ્વારા તટસ્ટ તપાસ કરી રીપોટ કરવામાં આવેતો ભાંડો ફુટે તેવી શકયતાઓ હોવાનું જાણકાઓ કહી રહ્યા છે.