જૈનમ નવરાત્રીમાં ‘ભલા મોરી રામા’ ફેઈમ અરવિંદ વેગડાએ ખેલૈયાઓને ડોલાવ્યાં

બંછાનિધિ પાની, ડો.રૂત્વિક પટેલ, મોહન કુંડારીયા, અનિલ દેસાઈ, ધનસુખ ભંડેરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ: આજે રાજપુત સમાજના અગ્રણીઓ ઉતારશે આરતી

જૈનમ નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે મહેમાનોમાં મોહનભાઈ કુંડારીયા, બંછાનીધી પાની, જીતુભાઈ દેસાઇ, ધનસુખભાઈ ભંડેરી, ડો.રૂત્વીજભાઈ પટેલ  મનીષભાઈ મડેકા, પ્રદીપભાઈ ડવ, અનીલભાઈ દેસાઈ, કમલેશભાઈ શાહ, કીશોરભાઈ રાઠોડ, સ્મીતભાઈ કનેરીયા, પીયુષભાઈ મહેતા, વિભાશભાઈ શેઠ,  નીતીનભાઈ ભુત, રધુભાઈ ધોળકીયા, હીમાંશુભાઈ દોશી, ફાલ્ગુનભાઈ ઉપાઘ્યાય, જયરાજસિંહ જાડેજા, જગદીપભાઈ ખાચર, જેનીશભાઈ અજમેરા, ક્રિપાલસિંહ ઝાલા, અતુલભાઈ પંડીત, હરેશભાઈ જોશી, મહેશભાઈ રાઠોડ, મયુરભાઈ કોઠારી, નેહાબેન દેશાઈ,, ડો. પારસ શાહ, ડો. શ્ર્વેતાંગ જોશી, ડો. પારસ ડી. શાહ,   નીતીનભાઈ કામદાર, જસ્મીનભાઈ ઘોળકીયા, ડો.અમીત હપાણી, દિપકભાઈ પટેલ, ભુપતભાઈ પરમાર, દર્શિતભાઈ જાની, નિરેનભાઈ જાની ઉપસ્તિ રહયા હતા.સાતમાં નોરતે માં જગદંબાની આરતીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, જાણીતા બિલ્ડર્સ સ્મીતભાઈ કનેરીયા ઉપરાંત ક્ષત્રીય સમાજનાં આગેવાનોએ આરતીનો લાભ લીધેલ હતો. આજે સાંજે રજપુત સમાજનાં આગેવાનો આરતીનો લાભ લેશે.ગઈકાલે રાત્રે ભારતભરમાં ભલા મોરી રામા ભલા તારી રામા ગીતી ચાહના મેળવેલ અરવિંદ વેગડા દ્વારા જૈનમના ખેલૈયાઓ અને હાજર મહેમાનોને ચીચીયારી પાડવા મજબુર કરી દીધા, અરવિંદ વેગડાએ એક એક ચડીયાતા રાસ-ગરબા રજુ કરી નાના-મોટા ખેલૈયાઓને રમવા મજબુર કરી દીધા. તો સાથે મયુરી પાટલીયા, શ્રીકાંત નાયર, પરાગી પારેખ, વિશાલ પંચાલ અને પ્રિતી ભટ્ટ પણ એક થી એક ચડીયાતા ગીતો રજુ કરેલ હતા.

સાતમાં  કેટેગરી એટલે કે ૪૦થી વધુ ઉંમરનાં ખેલૈયાઓ માટે જેન્ટસમાં ઉંચાટ દોશી તથા લેડીઝમાં જીગ્ના ઉંચાટ, શાહ સ્મીતાને વિજેતા જાહેર કરેલ હતા. આ તમામ વિજેતાઓને ગુલાબ સીંગતેલ, રીકોન કવાર્ટસ, એડોર્ન કવાર્ટઝ, મહાવીર ઓર્નામેન્ટસ, નીધી ચોવટીયા દ્વારા વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા.  જજ તરીકે ઉષાબેન વાણી, જીજ્ઞેશ પાઠક, સમીત ત્રિવેદી, ભાવના બગડાઈ,  ડો.અતુલ પંડયા, ડો.દર્શનાબેન પંડયા, ડો.પીયુષ અનડકટ, ડો.કમલેશ કાલરીયા, બિનીતાબેન કાલરીયા, જસ્મીનબેન વિરાણીએ વિઠલાણીએ ઉત્કૃષ્ટ સેવા આપેલ.