Abtak Media Google News

આદ્યશક્તિ નવરાત્રીમાં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની વિશેષ ઉપસ્થિતિ
Screenshot 5

રાજકોટની પ્રખ્યાત ટીજીબી સીઝન્સ હોટેલ ના લીલાછમ મેદાન પાર આયોજિત વાઈપીસી ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત આદ્યશક્તિ નવરાત્રી 2108માં આઠમા નોરતા પાર રાજકોટના ખેલૈયા મનમુકીને નાચ્યાં હતા. રાજકોટમાં નવરાત્રી હવે પુરી થવાને એડીઇ બે દિવસ છે ત્યારે આજે આઠમા નોરતા પર રાજકોટમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ આજે મનમુકીને પ્રખ્યાત સિંગર એન્ડ ઉત્કૃષ્ટ ઓર્કેસ્ટ્રાની વચ્ચે થીરક્યા હતા અને જજીસનું ધ્યાન ખેંચીને પ્રિન્સ પેઇન્સેસ બનાવની કોશિશ કરી હતી રાસોત્સવમાં આઠમા નોરતે ખેલૈયાઓએ થનગની ગયા હતા.

Screenshot 3 1

સાથે મહાનુભાવોની ઉ૫સ્થિતિથી ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો હતો.રાજકોટ ના એકદમ પોષ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓએ રમઝટ મચાવી હતી. મા આદ્યશકિતની આરાધના અને માઁ દુર્ગાની અર્ચનામાં ખેલૈયાઓએ મન મુકી ગરબાના તાલે ઝુમ્યા હતા. પ્રખ્યાત સિંગર ગીતા રબારી દ્વારા પણ એક પછી એક અદભુત ગીતો ગાઈને ખેલેયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

Screenshot 6

આઠમા નોરતા પણ ગુજરાત રાજ્યના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને તેમના ધર્મ પત્ની કૈલાશબેન વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. ધનસુખભાઇ એ જણાવ્યું હતું કે આ આ ગ્રુપ દ્વારા જામનગરમાં તો છેલ્લા 11 વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે પરંતુ રાજકોટમાં પ્રથમ વખત જ આટલું સારું આયોજન થયું છે તે બાદલ આયોજકોને ખુબ ખુબ અભિનંદન છે ગીતા રબારી તેમજ અન્ય સાથો કલાકારોને સંભારવાનો લ્હાવો પણ આજે મળ્યો અને એમની ગાવાની શૈલી અને કંઠ અદભુત છે.અન્ય મહેમાનોની સાથે સાથે ઇનામ વિતરણ પણ ધનસુખભાઇ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Screenshot 2 5

આજે આઠમા નોરતા પર ગીતા રબારીની સાથે નવી ગુજરાતી ફિલ્મ ફેમિલી સર્કસ કે જે આજે રિલીઝ થઇ રહી છે ત્યારે તેમના કલાકારો રોનક કામદાર અને મોનલ ગજ્જર પણ પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા આદ્યશક્તિ ગરબા મહોત્સવમાં આવ્યા હતા અને ગીતા રબારીની સાથે ગરબા પણ રમ્યા હતા.

Screenshot 1 13Screenshot 4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.