Abtak Media Google News
  • નિમણુંક પામેલા એડવોકેટો દ્વારા આપેલી રકમ પરત માંગવામાં આવતા વચેટીયામાં દોડધામ
  • એક વકીલને રકમ પરત અપાય: આકાઓ દ્વારા રકમ પરત આપવાની બાંહેધરી આપવામાં આવી હોવાની ચર્ચા: લોકસભાની ચુંટણી પૂર્વે વિવાદ વક્રરવાની ભીતી

Rajkot News
એડવોકેટ અને નીટરી ના લાયસન્સ અપાવી દેવાની લાલચે આશરે દોઢ કરોડ રૂપિયાનો વચેટિયા દ્વારા વહીવટ કાર્ય  અંગેની ચકચારી પ્રકરણની ભાજપ લીગલ સેલ ને મળેલી ફરિયાદના પગલે લોકસભાની ચૂંટણી પર ઘેરા પડઘા પડ્યા છે.આ ઘટનાને પગલે પ્રદેશ ભાજપ લગલ સેલના ક્ધવીનર જે.જે પટેલ સુધી આ મામલાની ફરિયાદ પહોંચતા તેઓએ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા વકીલ આલમાં ચકચાર જાગી છે. જો કે  નોટરીની  નિમણૂક આપવાના મામલે વચેટીયાને ભીંસ વધતા   એક વકીલને  4.20 લાખ પરત ચૂકવી દેતાનું બહાર આવ્યું છે. તાજેતરમાં જ નોટરી ની નિમણૂક પામેલા તમામ વકીલો પાસેથી આર્થિક વહીવટ થયાનું બહાર આવ્યું છે જેમાંથી   આશરે 40 જેટલા વકીલો નું નોટરી નિમણૂક નહીં થતાં છેતરપિંડીના ભોગ બન્યા નું બહાર આવ્યું છે. જેમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા વકીલો દ્વારા વચેટીયા મારફતે ચૂકવવામાં આપેલા પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહ્યા નું બહાર આવતા વકીલ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જે વકીલોએ પૈસા ચૂકવી નોટરી માટે પસંદગી પામ્યા છે તેવો પણ પોતે ચૂકવેલી રકમ પરત મેળવવા માટે ફોન  દ્વારા ઉઘરાણી કરી રહ્યાનું બહાર આવ્યું છે.

તાજેતરમાં રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા નોટરીની નિમણૂકની અરજી મંગાવવામાં આવી હતી જેમાં 9200 જેટલા વકીલોએ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા જે માંથી આશરે 8000 જેટલા વકીલો ને નોટરી તરીકે લોકસભાની ચૂંટણી પૂર્વે જ નિમણૂક આપતું એક સપ્તાહ પૂર્વે લિસ્ટ જાહેર થયું હતું જે લોકોએ આર્થિક વહીવટ કર્યા  બાદ  નિમણૂક  લાયસન્સ નહિ મળતા તેઓએ તેમના મળતીયા મારફતે ચૂકવેલા નાણાં પરત મેળવવા માટે દોડધામ આદરી હતી પરંતુ આકાઓ દ્વારા નોટરી નિમણૂક આપી દેવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ સમય વિતવા છતાં નિમણૂક પત્ર નહીં આવતા વકીલોની ધીરજ ખૂટતા તેઓએ  શહેર ભાજપ લીગલ સેલના ક્ધવીનર પીયુષ શાહને લિસ્ટ માં નામો નહીં આવતા પોતે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ પિયુષભાઈએ લેખિત ફરિયાદ આપો તો કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

હકીકત બહાર આવતા અને ફરિયાદ થાય તેમ જણાતા વચેટીયા એ રકમ પરત કરી દેવા માટે વકીલો ને મુદત માંગી હતી. જેમાં  એક વકીલને 4.20 લાખ જેવી રકમ પરત ચૂકવી દેવાય હોવાનું વકીલ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે અન્ય વકીલોને પણ સમય મર્યાદામાં રકમ ચૂકવવા માટેનું જણાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આ હકીકત ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ સુધી સળગતો પ્રશ્ન  બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવનિયુક્ત ચેરમેન અને   પ્રદેશ ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે.જે પટેલે જાણ થતા આ અંગે જવાબદારો સામે  કાર્યવાહી કરવાના નિર્દેશ આપતા વકીલોમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને નજીકના દિવસોમાં છે ત્યારે આ પ્રકરણ  અનેક ને દજાડે તેવી દહેશત  જોવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ વચેટિયા દ્વારા ઉઘરાણા થયાનું બહાર આવ્યું છે રાજકોટમાં એ નોટરી તરીકે માન્યતા અપાવવામાં 3:30 થી 4 લાખ રૂપિયાના ભાવ કર્યાનું જાણવા મળે છે જેમાં 1.50લાખ રૂપિયા દરેક પાસેથી એડવાન્સમાં લીધા નું ચર્ચાઈ રહ્યું છે.  બાકીની રકમ નિમણૂક બાદ આપવાનું નક્કી થયું હતું જોકે વચેટીયા મારફતે રકમ પરત નહીં ચૂકવાય તો ભોગ બનનાર વકીલો ફરિયાદ કરવા માટે પણ મક્કમ હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.