Abtak Media Google News

હયાતિ પ્રમાણપત્ર પ્રથા રદ કરી કૌભાંડ આચરનારાઓ સામે પગલા લેવા પૂર્વ કોર્પોરેટરની નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત

જસદણ નગરપાલિકાના બાંધકામ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી હયાતી પ્રમાણપત્રોને આધાર બનાવી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું પુર્વ કોર્પોરેટર રાજુભાઈ ડી.ધાધલ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી છે.

તેઓએ જણાવ્યું કે, જસદણમાં ઓનલાઈન બાંધકામની મંજુરી મેળવી બાંધકામ કરવામાં આવતું નથી પરંતુ હયાતીનું પ્રમાણપત્ર મેળવી બાંધકામને જુનુ બતાવી કરવામાં આવે છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે બાંધકામ વિભાગમાં સતાધીશો અને કર્મચારીઓની મિલી ભગતથી હયાતિ પ્રમાણપત્રના નામે લાખોનો વહિવટ થતો હોય આ પ્રથા રદ કરી નગરપાલિકામાં આવા બહાના હેઠળ થતા ભ્રષ્ટાચારને રોકવા ઉપરાંત ગેરકાયદે કૃત્ય કરવા કસુરવાનો સામે પગલા લેવા પણ જણાવાયું છે. જસદણની જનતાના હિતમાં અને ન્યાયની અપેક્ષાએ કરવામાં આવેલ લેખિત રજુઆત અંગે યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવા પૂર્વ કોર્પોરેટર દ્વારા રજુઆતમાં ચીમકી ઉચ્ચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.